Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટીમ ઇન્ડિયા માટે ભરૂચ એક્સપ્રેસ તૈયાર થયો, ભરૂચના વતની ફાસ્ટ બોલર લુકમાન મેરીવાલાનું સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં શ્રેષ્ઠ પ્રદર્શન

Share

ભરૂચ જિલ્લાના સામાન્ય પરિવારમાંથી આવતા અને વર્ષોથી ક્રિકેટ ક્ષેત્રમાં ફાસ્ટ બોલિંગ કરી સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થાય તેવું પ્રદર્શન આપનારા લુકમાન મેરિવાલા એ વધુ એક વખત પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી ટી 20 ટ્રોફીમાં ગુજરાતી ટીમનું ગૌરવ વધાર્યું હોવાનું સામે આવ્યું છે.

હાલ સયેદ મુસ્તાક અલી ટ્રોફીની t20 મેચો રમાઈ રહી છે, જેમાં બરોડા ટીમ અને જમ્મુ કાશ્મીર ટીમ વચ્ચેની મેચમાં મેરીવાલાની શાનદાર બોલિંગ જોવા મળી હતી, મેરીવાલા એ આ મેચમાં 4 ઑવર નાંખી હતી જેમાં તેણે 1 મેડન ઑવર નાંખી 3 વિકેટ લઈ માત્ર 25 રન આપ્યા હતા અને બરોડાની ટીમને ભવ્ય વિજય અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

સામાન્ય રીતે ગુજરાતની ટિમોમાંથી અત્યાર સુધી બોલિંગ અને બેટિંગ ક્ષેત્રે સ્ટ્રગલ કરી વડોદરાથી ઈરફાન પઠાન, યુસુફ પઠાન અને ઇખરથી મુનાફ પટેલ જેવા ક્રિકેટરો ટીમ ઇન્ડિયાનો હિસ્સો બની પોતાનું પર્ફોમન્સ આપી ચુક્યા છે ત્યારે હવે ભરૂચ એક્સપ્રેસ તરીકે ઓળખાતા લુકમાન મેરીવાલાની ક્રિકેટ ક્ષેત્ર ઊંચી ઉડાન સામે આવી છે, તેવામાં તેઓના સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને નેશનલ લેવલે મેરીવાલાને ક્રિકેટ રમવામાં ચાન્સ મળે તેવી સમર્થકોએ આશાઓ વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં કાંટીદરા ગામે ધોરણ ૬ અને ૭ નાં વર્ગો બંધ કરવાની કાર્યવાહીનો વિરોધ.

ProudOfGujarat

વરેડીયા નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં છઠપૂજા ની ઉજવણી કરતા ઉત્તર ભારતીય પરિવાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!