Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં અનાજ – કરીયાણાનાં વેપારીઓ છુટછાટની આડમાં પ્રતિબંધિત ગુટકા, બીડી, તમાકુનો વેપાર ચારથી છ ગણાં ભાવથી ગેરકાયદેસર વેચાણ કરી જનતાને લૂંટતા હોવાનો આક્ષેપ.

Share

હાલમાં આખો દેશ અને અને સમગ્ર ગુજરાત કોરોના વાયરસના સંક્રમણના કારણે ખુબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. સરકાર તરફથી તેને અંકુશમાં રાખવા માટે તા. ૨૩/૦૩/૨૦૨૦ થી ૧૭/૦૫/૨૦૨૦ સુધીનું તબક્કાવાર લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. પરંતુ, આ લોકડાઉનના કારણે આમ જનતાની હાડમારી અને મુશ્કેલી ધ્યાનમાં લઈને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે છૂટછાટ આપવામાં આવેલ છે. પરંતુ, નેત્રંગ ગામમાં અનાજ – કરીયાણાના વેપારીઓ આ છુટછાટની આડમાં પ્રતિબંધિત ગુટકા, બીડી, તમાકુનો વેપાર ચાર થી છ ગણાં ભાવથી ગેરકાયદેસર વેચાણ કરી જનતાને લૂંટવામાં આવી રહી છે. આ બાબતે લાગતા વળગતા ખાતાના જવાબદાર અધિકારીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી વારંવાર જાગૃત અગ્રણીઓએ ફરીયાદ કરવામાં આવેલ હોવા છતાં આંખ મિચામણી કરી બેરોકટોક ગેરકાયદેસર વેપાર ચલાવવામાં આવી રહ્યો છે. આવા વેપારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમો અને સરકારના જાહેનામાંનો ભંગ કરવામાં આવી રહ્યો છે.આ બાબતે નેત્રંગના જાગૃત નાગરીકોએ નેત્રંગ મામલતદારને સંબોધીને યોગ્ય પગલાં ભરવા આવેદન આપ્યું હતું. આવા સંજોગોમાં કફોડી સ્થિતિનો સામનો કરી રહેલ બે ટંકના રોટલા માંડમાંડ રડતા શાકભાજીની લારીવાળાં ગરીબ માણસો પીસાઈ રહ્યાં છે. કલમ -૧૪૪ અને 188 મુજબ કાયદેસર કાર્યવાહી કરી ગરીબોને હેરાન કરવામાં આવે છે. જ્યારે મોટા વેપારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. એટલું જ નહીં હાલમાં વેપારી તરફથી વેપારી મિત્રો અને તેમના સ્ટાફ માટે રીંગણા- બટાકાનું શાક, દાળ ભાત સ્થળ : માર્કેટ યાર્ડ નેત્રંગ સમય 12 થી 2 ટીફીન સુવિધા છે. આ પ્રમાણેનો મેસેજ વોટ્સએપ કરી લોકોને ભેગા કરેલ હતા. જેમાં ૨૦૦ થી ૨૫૦ માણસોને ભેગા કરી જમવાનો પોગ્રામ નેત્રંગ યાર્ડમાં રાખવામાં આવેલ હતો.જેમાં મામલતદાર કચેરી અને પોલીસના માણસો પણ સામેલ હતા.તેમ છતાં કલમ ૧૪૪ નો ભંગનો કોઈ ગુન્હો નોંધેલ નથી. જેની તપાસ થાય અને તા. ૧૨/૦૫/૨૦૨૦ ના રોજના માર્કેટયાર્ડ નેત્રંગના સી.સી.ટી.વી. ફૂટેજ લેવામાં આવે તો ગુન્હો દાખલ થાય એમ છે.બનાવના દિવસના સી.સી.ટી.વી. ફૂટેજને ડિલીટ કરવામાં આવેલ હોય કે નાશ કરી દેવામાં આવેલ હોય તેનો પણ પુરાવાનો નાશ કરવામાં આવે તો માર્કેટયાર્ડના સત્તાધીશો કે કર્મચારીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવો. આજ રીતે વડોદરામાં બનાવ બનેલ હતો જેમાં અનિલ પટેલ નામના વ્યક્તિના દીકરાની જન્મદિવસની પાર્ટી ઉજવવામાં આવતા તેમના પર પણ જાહેરનામાનો ભંગ કર્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. દૈનિક પત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ વાઇરલ થયેલ હતો. આ બાબતે ઝઘડીયા પ્રાંત અધિકારી
પી.એલ.વિઠ્ઠાણીને લેખિતમાં વોટ્સએપ ઉપર જાણ કરવામાં આવી હતી. આ બાબતની હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લોકડાઉન દરમ્યાન આવા કોઈ કાર્યક્રમ કરી ભેગા નહિ કરવાના જાહેરનામાનો ભંગ થયેલ છે જે બાબતે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. જે યોગ્ય નથી માટે આ તમામ બાબત ધ્યાન પર લઈ યોગ્ય કાર્યવાહી કરવા અગ્રણીઓએ આવેદન આપ્યું હતું.જે નેત્રંગ મામલતદારને આપી તેની નકલ રવાના પ્રાંત અધિકારી ઝઘડીયા ,કલેક્ટર ભરૂચ ,જીલ્લા રજીસ્ટર, ભરૂચ , જીલ્લા પોલીસ વડા ભરૂચ ,ડી.જી.પી, ગાંધીનગરને લોકડાઉનને લઈ મેઈલથી યોગ્ય કાર્યવાહી કરવા માટે મોકલાયુ હતું.સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે.

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણની કથા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીની સંમતિથી આ વર્ષે નહીં નીકળે તાજિયા જુલૂસ.

ProudOfGujarat

વડોદરા : મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો 42 મો પૂરક પદ વિધાન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!