Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : કોસાડીની મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલનો SVS-14 (અંબિકા) કક્ષાના વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

Share

વિજ્ઞાન મેળામાં કોસાડી હાઈસ્કૂલની કુલ 11 માંથી 7 કૃતિ વિજેતા, જેમાંથી 3 કૃતિ પ્રથમ ક્રમાંકે, 1 કૃતિ દ્વિતીય ક્રમાંકે અને 3 કૃતિ તૃતીય ક્રમાંકે રહી. પ્રથમ ક્રમાંકે રહેલી 3 કૃતિઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેશે. કોસંબાની હાજી એ એમ મોતાલા અંગ્રેજી માધ્યમ શાળામાં SVS-14 (અંબિકા) કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-2023 નું આયોજન થયું હતું. જેમાં સમગ્ર સંકુલની વિવિધ શાળાઓમાંથી કુલ 90 જેટલી કૃતિઓ પ્રદર્શનમાં હતી. જેમાંથી કોસાડી હાઈસ્કૂલની 11 કૃતિઓ હતી અને 7 કૃતિઓ વિજેતા જાહેર થઈ હતી.

આ પ્રસંગે કોસાડી હાઈસ્કૂલની સાયન્સ ટીમના શિક્ષકો નિલોફરબેન તંબોલી, ઝકરિયાભાઈ કારા, અક્ષયભાઈ ચૌધરી અને ભૂમિતાબેન ચૌધરી તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મોહંમદ સાલેહ, લુવારાએ સક્રિય કામગીરી બજાવી હતી અને બાળ વૈજ્ઞાનિકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર જામિઆહ ઈસ્લામિય્યાહ, અક્કલકુવાના પ્રમુખ મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી કોસાડી હાઈસ્કૂલના તમામ માર્ગદર્શક શિક્ષકો અને સ્ટાફ ગણને અભિનંદન પાઠવ્યા હતા.સંસ્થાના ટ્રસ્ટી શ્રી હાફિઝ સાદ જાડા અને શાળાનાં આચાર્ય મોહમ્મદ તારીક શેખે પણ આ પ્રસંગે તમામને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ કોમ્પ્લેક્ષની દુકાનમાં શટર ઊંચું કરીને મોબાઈલ ફોન અને લેપટોપ સહિત સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા.

ProudOfGujarat

ખેડા જીલ્લાના યુવાનને હનીટ્રેપમા ફસાવાનો દંપતિનો કારસો નિષ્ફળ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ખાખરીપુરા શાળાના આચાર્યનું અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડથી સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!