Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: અંતર્ગત સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો. કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આયોજિત આરોગ્ય મેળામાં વિવિધ રોગોના દર્દીઓનું નિષ્ણાત તબીબોએ નિદાન કર્યું હતું. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દર ગુરુવારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળા યોજાય છે. નિષ્ણાત તબીબો આરોગ્ય મેળામાં તબીબી સેવાઓ પ્રદાન કરે છે.

સેવાનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો ત્યારબાદ વિધિવત આરોગ્ય મેળો ખુલ્લો મુકાયો હતો. આરોગ્ય મેળામાં ૧૧ તબીબોએ તબીબી સેવાઓ પ્રદાન કરી હતી. ભરૂચ જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્ર પર દર ગુરુવારે આરોગ્ય મેળાનું આયોજન કરીએ છીએ. આયોજિત આરોગ્ય મેળામાં ગ્રામ પંચાયતના સરપંચ, ડે. સરપંચ, તાલુકા આરોગ્ય અધિકારી, સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ રાધિકા બેન સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નડીયાદ પાસે ઉભેલી આઇસરને ટ્રકે ટક્કર મારતાં 2 ના મોત.

ProudOfGujarat

રાજપીપળામાં બે જગ્યાએથી ચંદનના મોટા ઝાડ કાપી જતાં ચકચાર.

ProudOfGujarat

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!