Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના સાંપા ગામે ખેતરની ઓરડીમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડયો.

Share

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાંથી એક લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. મળતી માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વિશાલ વિનુભાઈ ઠાકોર તથા નયન વજેસિંહ ભિલાલા બંને રહે. સાંપા વસાહત નાઓ બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી કરજણ તાલુકાના સાંપા ગામની વસાહત પાછળ રહેતાં સુનિલભાઈ મોહનસિંહ ભિલાલા નાઓએ એક ખેડૂતનું ખેતર ખેતી કરવા માટે ભાડે રાખ્યું છે. તેમાં આવેલી એક ઓરડીમાં સંતાડી રાખી વેચાણ કરી રહ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાને કોર્ડન કરી છાપો માર્યો હતો. રેઇડ દરમિયાન ઓરડી ઉપર એક ઈસમ એક અલ્ટો ગાડી નં. GJ – 06 – BL- 0621 સાથે હાજર મળી આવ્યો હતો.

જેનું નામ પુછતાં નયનસિંહ વજેસિંહ ભિલાલા (મૂળ રહે. પેંડરા, તા.જી.બળવાની -મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. ત્યારબાદ ઓરડીનું તાળું તોળી તપાસ કરતાં ઓરડીમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દેશી દારૂની બોટલો/બિયર ભરેલી પેટીઓ મળી આવી હતી. આમ પોલીસે બાતમીના આધારે રૂ.1,14,400/- નો વિદેશી દારૂનો જથ્થો, રૂ. 5 હજારનો એક મોબાઈલ તેમજ રૂ.1 લાખની અલ્ટો ગાડી મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 2,19,400 કબજે કરી એકબીજાની મદદ કરનાર ઉપરોક્ત ત્રણ ઈસમો વિરુદ્ધ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે…

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ઓવર લોર્ડ 4 ડમ્પર ને જપ્ત ક્યાં હતા.

ProudOfGujarat

કૂતરાની બરોળમાં ગાંઠનું નિદાન: સફળ સ્પ્લીનેક્ટોમી સર્જરીથી જીવ બચાવ્યો

ProudOfGujarat

૧૭ વર્ષિય યુવતિએ અગમ્ય કારણોસર કરેલ આત્મ હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!