Proud of Gujarat
FeaturedGujaratINDIA

રૂપાણીના રાજકોટમાં કોંગ્રેસની જીત: ભાજપનાં સૂપડાં સાફ

Share

કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન થતાં ખાલી બેઠક પર પેટાચૂંટણી આવી હતી, જેમાં ભાજપમાંથી છગન તાવિયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા વચ્ચે જંગ ખેલાયો હતો. રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે પરિણામ આવ્યું છે. એમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં છે અને કોંગ્રેસનો પંજો ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, આથી ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી.

જોકે એમાં તેઓ અસફળ રહેતાં તેમના જ ગઢમાં ગાબડું પડ્યું છે. જોકે સીધો ફટકો વિજય રૂપાણીના હોમટાઉનમાં પડ્યો છે. એમાં છગન તાવિયાને 4868 મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5621 મત મળ્યા છે, આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવિયાને 2084 મતથી હાર આપી છે. કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થતાં ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી આવી હતી, જેમાં કોંગ્રેસમાંથી શારદાબેન વિનુભાઇ ધડુક અને ભાજપમાંથી રસીલાબેન વેકરિયા વચ્ચે જંગ ખેલાયો હતો. એમાં કોંગ્રેસનાં શારદાબેનને 5103 મત મળ્યા હતા અને ભાજપનાં રસીલાબેનને 4868 મત મળ્યા હતા, આથી કોંગ્રેસનાં શારદાબેન 235 મતથી વિજેતા થયાં છે.

Advertisement

Share

Related posts

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

ProudOfGujarat

આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની સમય મર્યાદામાં વધારો કરાયો : ભારતમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 લાખ લોકોને ફ્રી ટૂરિસ્ટ વિઝા અપાશે.

ProudOfGujarat

વડોદરામાં 200 કરોડમાં બનેલા અટલ બ્રિજના 10 મહિનામાં જ પોપડા ખર્યા, કાર પર પથ્થર પડતાં ચાલકનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!