શિક્ષકના દિકરાએ ઓનલાઇન અંગ્રેજી વિષયની બુક મંગાવતા અજાણ્યા મોબાઇલ ધારકે ઓર્ડર એક્ટીવ કરતાં પહેલા પાંચ રૂપિયા અને ૭ દિવસ બાદ ખાતામાંથી ૯૯ હજાર ૯૯૮ રૂપિયા ઉપડી લેતા ફરિયાદ નોંધાવી છે.
મહેમદાવાદ શહેરમાં સરદારનગર સોસાયટીમાં રહેતા પ્રિતેશભાઈ રજનીકુમાર ઠાકર ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. ૮ ઓક્ટોબરના રોજ પ્રિતેશભાઈના ૧૪ વર્ષીય દીકરાએ અંગ્રેજી વિષયની ઓલ ઇન વન બુક મંગાવી છે. એટલે તમારો ફોન આપો અને દીકરાએ ઓનલાઈન બુકનો ઓર્ડર કર્યો હતો. ૧૨ મી ઓક્ટોબરના રોજ પ્રિતેશભાઈના પુત્રને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તમારો ઓર્ડર ડીએક્ટીવેટ થયો છે જેને એક્ટીવ કરવા રૂપિયા ૫ ઓનલાઇન કરવા પડશે તેમ જણાવતા પ્રિતેશભાઈના પુત્રએ પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ૫ ઓનલાઇન કરી ઓર્ડર એક્ટીવ કર્યો હતો. ૧૫ મી ઓક્ટોબરે પ્રિતેશભાઈના એકાઉન્ટમાંથી ઉપરોક્ત અજાણ્યા નંબર ધારકે પ્રિતેશભાઈની જાણ બહાર રૂપિયા ૯૯,૯૯૮ ઉપાડી લીધા હતા. જેની જાણ પ્રિતેશભાઈને મોડી રાત્રે ખબર પડતાં આથી પ્રિતેશભાઈ ઠાકરે ઉપરોક્ત અજાણ્યા નંબર ધારક સામે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અને ગઇ કાલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ