Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદમાં ઓનલાઇન ખરીદી કરતા શિક્ષકના ખાતામાંથી ગઠિયાએ રૂ.૧ લાખ ઉપાડી લીધા

Share

શિક્ષકના દિકરાએ ઓનલાઇન અંગ્રેજી વિષયની બુક મંગાવતા અજાણ્યા મોબાઇલ ધારકે ઓર્ડર એક્ટીવ કરતાં પહેલા પાંચ રૂપિયા અને ૭ દિવસ બાદ ખાતામાંથી ૯૯ હજાર ૯૯૮ રૂપિયા ઉપડી લેતા ફરિયાદ નોંધાવી છે.

મહેમદાવાદ શહેરમાં સરદારનગર સોસાયટીમાં રહેતા પ્રિતેશભાઈ રજનીકુમાર ઠાકર ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે.  ૮ ઓક્ટોબરના રોજ પ્રિતેશભાઈના ૧૪ વર્ષીય દીકરાએ અંગ્રેજી વિષયની ઓલ ઇન વન બુક મંગાવી છે. એટલે તમારો ફોન આપો અને દીકરાએ ઓનલાઈન બુકનો ઓર્ડર કર્યો હતો. ૧૨ મી ઓક્ટોબરના રોજ પ્રિતેશભાઈના પુત્રને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તમારો ઓર્ડર ડીએક્ટીવેટ થયો છે જેને એક્ટીવ કરવા રૂપિયા ૫ ઓનલાઇન કરવા પડશે તેમ જણાવતા પ્રિતેશભાઈના પુત્રએ પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ૫ ઓનલાઇન કરી ઓર્ડર એક્ટીવ કર્યો હતો. ૧૫ મી ઓક્ટોબરે પ્રિતેશભાઈના એકાઉન્ટમાંથી ઉપરોક્ત અજાણ્યા નંબર ધારકે પ્રિતેશભાઈની જાણ બહાર રૂપિયા ૯૯,૯૯૮ ઉપાડી લીધા હતા. જેની જાણ પ્રિતેશભાઈને મોડી રાત્રે ખબર પડતાં આથી પ્રિતેશભાઈ ઠાકરે ઉપરોક્ત અજાણ્યા નંબર ધારક સામે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અને ગઇ કાલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરતનાં ભાટિયા ટોલ મુક્તિ માટે આંદોલન વધુ ઉગ્ર બનાવતાં ભાટિયા ટોલ સંઘર્ષ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને જોડવા પત્રિકા વિતરણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

યાત્રાધામ પાવાગઢ ખાતે બળજબરી પુર્વક પૈસા પડાવતા કિન્નરોને પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશનની જન્મ-મરણનાં શાખામાં અન્ય અધિકારી ઉપર બેવડા ચાર્જના પગલે કામગીરીમાં વિલંબ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!