Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર અધ્યક્ષતામાં પશુપાલકો સાથે મીટીંગ યોજાઇ

Share

નડિયાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા ભવન ખાતે નડીયાદના પશુપાલકોને બોલાવીને શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પરીપત્ર  મુજબ નડીયાદ શહેરની પશુઓની સમસ્યાને નિવારવા માટે મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં મુખ્ય અધિકારી  રૂદ્રેશભાઇ હુદડ અને પ્રમુખ કિન્નરીબેન શાહ તથા નડીયાદ નગરપાલિકા ઢોર ડબા વિભાગના અધિકારી સાથે રહીને પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગમાંથી આવેલ પરીપત્ર મુજબની ગાઈડલાઈન મુજબ નડીયાદમાંથી આવેલ દરેક વિસ્તારના પશુપાલકોને સમજણ આપવામાં આવી હતી અને તેઓને નીચે મુજબ સૂચનાઓની અમલવારી ક૨વા સૂચના આપવામાં આવી હતી. જેમાં તેઓના વિસ્તારમાંથી બીનવારસી ગાયો બહાર મૂકવાની તથા જાહેર માર્ગ ઉપર ગાયો ન આવે તેની તકેદારી રાખવા સાથે પરીપત્ર મુજબ પોતાની ગાયોની પરમીટ લેવા તથા ટેગ કરાવવાની કામગીરીમાં સહયોગ આપવા અને આજુબાજુ વિસ્તારમાં રહેતા બીજા પશુપાલકોએ ગાયોને રોડ ઉ૫૨થી દુર રાખવા તથા પોતાના વાડામાં કેપેસીટી પ્રમાણે ગાયો રાખવા સમજણ આપવામાં આવી હતી. જે પશુપાલકોએ માન્ય રાખી રૂબરૂ સહીં કરી સહમતિ આપવામાં આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

બાવાગોર દરગાહનાં ઇતિહાસમાં પ્રથમવાર શબેબરાતનાં તહેવારમાં દરગાહમાં શ્રધ્ધાળુઓની ગેરહાજરી.

ProudOfGujarat

ભરૂચ :૧૦ ઓટોરિક્ષા ચાલકોએ દર્દીઓને ઘરેથી દવાખાને નિઃશુલ્ક લાવવા લઈ જવાની સેવા બદલ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યા

ProudOfGujarat

યોગમંત્રને શહેરીજનોએ સાર્થક બનાવ્યો : ભરૂચમાં ‘યોગમય ગુજરાત’ અભિયાન હેઠળ યોગ-ધ્યાન શિબિર યોજાઈ : ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અગ્રણીઓ અને અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!