Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની એથર કંપનીમાં આગ દુર્ઘટનાનો મામલો, ગુમ થયેલા 7 કામદારોના 24 કલાક બાદ હાડપિંજર મળ્યા

Share

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી કંપનીમાં ગઈકાલે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી જેમાં 7 કર્મચારીઓ ગુમ થયા હતા ત્યારે હવે આજે તેમના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે આ આગની ઘટનામાં 27 કર્મચારીઓ દાઝ્યા હતા જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યે ભયંકર આગ લાગી ગઈ હતી. સ્ટોરેજ ટેન્કમાં લિકેઝ બાદ આગ લાગતાં જ બ્લાસ્ટ થયો હતો. જેથી આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 10થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી હતી અને 7 કલાકના અંતે આગ પર કાબુ મેળવાયો હતો. આ આગની ઘટનામાં 7 જેટલા કર્મચારીઓની કોઈ ભાળ મળી ન હતી અને તમામની શોધખોળ ચાલુ હતી ત્યારે હવે આજે તમામ 7ના મૃતદેહ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં 27 જેટલા કર્મચારીઓ દાઝ્યા હતા જેમાં ત્રણની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરા: દહેરાદૂન-બાદ્રા ટ્રેનમા છુપાવીને લઇ જવાતો દારુનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે એબીસી ગ્રુપ દ્વારા દાંડીથી પોરબંદરની યાત્રાએ નીકળેલ સાયકલ યાત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે યુવાનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!