Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ખુશી ચુડાસમાએ ટીમ ઇવેન્ટમાં નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેળવ્યા

Share

નવી દિલ્હી ખાતે હાલ ચાલી રહેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ રાઇફલ ઇવેન્ટ્સ કોમ્પિટિશનમાં ૩ ટીમ કેટેગરીમાં ભરૂચ અને વડોદરાની ૩ શૂટર્સ દીકરીઓ ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેળવી ભરૂચ જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

નવી દિલ્હી ખાતે ૧૫ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી ભરૂચ અને વડોદરા રાઇફલ શૂટિંગ એસોસિએશનમાંથી શૂટર્સ ખુશી ચુડાસમા, હિના ગોહિલ અને આધ્યા અગ્રવાલે ટીમ ઇવેન્ટ્સની ૩ કેટેગરીમાં બે ગોલ્ડ અને એક સિલ્વર અંકે કર્યા છે. ૫૦ મીટરની સિનિયર અને જુનિયર પ્રોન ટીમ બે ગોલ્ડ હાંસલ કર્યા છે. જ્યારે ૫૦ મીટર ૩ પોઝિશન જુનિયર વુમન ટીમ કેટેગરીમાં એક સિલ્વર મેડલ મેળવ્યા છે. ભરૂચની દીકરી ખુશી ભરત ચુડાસમા હાલ વડોદરા રાઇફલ શૂટિંગ એકેડમીમાંથી ટ્રેનિંગ લઈ હાલ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના નેજા હેઠળ નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી શાળા નંબર 6 નાં બાંધકામમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવ્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયતો પાલિકાના પ્રમુખો માટે સેન્સ લેવાયાં

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ૨કા૨ના સુશાસનની ૮ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ખેડા જીલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!