Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અમદાવાદ મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ ભરૂચ જીલ્લાના કુલ ૮ ગામોની જમીનો સંપાદન કરાશે

Share

અંકલેશ્વર તાલુકાના સૌથી વધુ પાંચ ગામોનો સંપાદનમાં સમાવેશ

અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજક્ટ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતા હવે સંપાદનની પ્રક્રિયા હાથ ધરાશે.

Advertisement

અમદાવાદ મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે સમગ્ર રૂટ પર જમીનો સંપાદન કરવાની કાર્યવાહી ઝડપી બની છે. તા ૬ જાન્યુઆરીએ સચિવાલયના મહેસુલ વિભાગ દ્વારા જમીન સંપાદન કરવા માટે જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું એમાં ભરૂચ જીલ્લાનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર તાલુકાના સૌથી વધુ પાંચ ગામોની કેટલીક જમીનો સંપાદન કરવામાં આવશે જ્યારે કે ભરૂચ તાલુકાના ૨ અને આમોદ તાલુકાનું ૧ મળી ગામોની જમીનોનું સંપાદન કરાશે.

અંકલેશ્વર તાલુકાની વાત કરીએ ટો સૌથી વધુ જમીન દીવા ગામની છે. દીવા ગામની વીવિધ સર્વે નંબરોણી કુલ હેક્ટર ૫.૬૭.૭૭ ચોરસ મીટર જમીન સંપાદિન કરાશે ત્યારબાદ ઉટીયાદરા ગામની હેક્ટર ૫.૦૫.૧૯ ચોરસ મીટર જમીન, બોરીદ્રા ગામની હેક્ટર ૪.૨૬.૪૨ ચોરસ મીટર, આલુજ ગામની હેક્ટર ૩.૪૫.૩૭ ચોરસ મીટર અને આંબોલી ગામની હેક્ટર ૨.૨૨.૬ ચોરસ મીટર જમીનો સંપાદન કરવા માટે રાજ્યના અંદર સેક્રેટરી એચ.જે. રાઠોડ તથા ભરૂચના જમીન સંપાદન અધિકારી દ્વારા મંજૂરી દેવામાં આવી છે.

ભરૂચ તાલુકાના પાદરીયા અને કથારેયા ગામના પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે જેમાં કંથારિયા ગામની વિવિધ સર્વે નંબરોની કુલ ૩૩ જમીનો જ્યારે કે પાદરીયા ગામની વિવિધ સર્વે નંબરો ધરાવતી ૨૭ જમીનોનો સમાવેશ થાય છે.

જ્યારે કે આમોદ તાલુકાના દોરા ગામની હુલ હેક્ટર ૧૦.૨૭.૯૩ ચોરસ મીટર જમીન પણ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટ માટે સંપાદિત કરાશે.

જમીન સંપાદન આતેનું જાહેરનામું બહાર પાડી ગયા બાદ હવે સંપાદનની પ્રક્રિયા શરૂ થશે જે અત્યંત જટિલ પૂરવાર થઇ શકે તેવી સંભાવના પણ નકારી શકાતી નથ. જે-ટે જમીન માલિકોણી સાથે કામ પાર પાડવા માટે અધિકારીઓ એ શું માર્ગ અપનાવે છે અને શું ભાવ આપે છે એના પર સૌની નજરે છે તમામને મનાવીને કામ પાર પાડવામાં સરકાર કેટલી સફળ સાબિત થાય છે એ હવે જોવું રહ્યું.


Share

Related posts

કંસાલી ગામે ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી માંગરોળ પોલીસ.

ProudOfGujarat

દિલ્લી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં નિવાસ સ્થાને દરોડા પાડ્યા જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત : સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ વકર્યો.

ProudOfGujarat
error: Content is protected !!