Proud of Gujarat
FeaturedGujaratINDIA

તસ્કરો બન્યા બેફામ – જંબુસરના મગણાદ ગામે તસ્કરો ચોરી કરી થયા ફરાર

Share

હાલ શિયાળાની ઋતુ હજી માંડ ચાલુ થઈ છે ત્યારે ચોરોની તસ્કર ટોળકી સક્રિય થઇ જતાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરો લોકોને પરસેવો છોડાવી રહ્યાં છે, જિલ્લાના કેટલાય સ્થાનો ઉપર તસ્કરો ચોરીઓને અંજામ આપી પોલીસને દોડતી કરી રહ્યા છે, તેવામાં વધુ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.

જંબુસરના મગણાદ ગામે ગત રાત્રીએ તસ્કરો ત્રાટકયા હતા, મકાનમાં પ્રવેશેલા તસ્કરો એ કબાટમાંથી અંદાજિત ૨ થી અઢી લાખનું સોનું તેમજ ૧૭ હજાર રોકડનો હાથફેરો કર્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે. મગણાદ ગામનાં મુલતાની યુનુસ હસનના ઘરેથી ચોરી થઇ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતા જંબુસર પોલીસ સક્રિય થઇ મામલાની ઘનિષ્ઠ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળમાં હડતાળ પર ઉતરેલી આશા વર્કરો એ લઘુત્તમ વેતનની માંગ સાથે દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ગોધરા : ભામૈયા ગામના ગ્રામજનો દ્વારા વિજપુરવઠો ખોરવાતા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભાવનગરના હિલડ્રાઈવ વિસ્તારમાં એસી રીપેરીંગ દરમીયાન કમ્પ્રેસર ફાટતા એકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!