Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પાનોલી કેમીકલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ગ્રામજનો દ્વારા વિરોધ…

Share

પાનોલી ઔદ્યોગિક વસાહતમાં પાનોલી કેમીકલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બનાવવા અંગેની પ્રક્રિયા કરવામાં હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ પ્રદુષણનાં મુદ્દે ગ્રામજનોએ આ કંપનીનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો.
પાનોલી ના ઔદ્યોગિક એકમો માં માથીં નીકળતા કેમીકલ વેસ્ટનાં યોગ્ય નિકાલ અર્થે પાનોલી વેસ્ટ મેનેજમેન્ટ કંપની બનાવવામાં આવી રહી છે. તે સામે પાનોલી ઉદ્યોગિક વસાહત ની આસપાસમાં આવેલા ગામો ખરોડ, ભાદી, સંજાલી બાકરોલ સહિતનાં ગામો ના લોકો એ ઔદ્યોગિક પ્રદુષણની અનેક વખત ફરિયાદો કરી છે.ત્યારે અંકલેશ્વરનાં ખરોડ ગામ ખાતે જમીયતે ઉલમાએ ગુજરાતની આગેવાની હેઠળ એક સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં ગ્રામજનો ઉપરાંત NGO પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ઔદ્યોગિક પ્રદુષણ થી થતા નુકશાન અંગે ગ્રામજનોને માહિતગાર કરીને સૂચિતે પાનોલી કેમીકલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અને આ અંગે ભરૂચ કલેકટરને પણ રજૂઆત કરી હતી.

આ ઉપરાંત ઔદ્યોગિક વસાહતનાં કારણે બાકરોલ અને સંજાલી ગામની જમીનોમાં બોરવેલમાં કેમીકલ યુક્ત પાણી નીકળતુ હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે હવે ગ્રામજનો ના વિરોધ બાદ કંપની બનાવવા ની દિશા માં કઇ રીતે કામગીરી થાય છે અને ગ્રામજનો નો વિરોધ કેવી રીતે શાંત પડવા માં આવે છે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

હાલોલમાં બ્રહ્મ સમાજના તમામ ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરાયું

ProudOfGujarat

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન.

ProudOfGujarat

સુરત નવસર્જન ટ્રસ્ટ દ્વારા શાળા સંચાલકોનુ બાળકો સાથે અન્યાયીક અને ભેદભાવવાળુ વર્તન સામે વાલીઓના સમુહ સાથે ડી.ઇ.ઓ. તેમજ રાજયના શિક્ષણમંત્રીને કરી લેખીતમાં ફરીયાદ.

ProudOfGujarat
error: Content is protected !!