Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

હવે ઝાડું ની જગ્યા એ મશીનો આવી ગયા છૅ, આપ બધા સમજી ગયા હશો,ભરૂચ ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા નું નિવેદન ચર્ચામાં

Share

હવે ઝાડું ની જગ્યા એ મશીનો આવી ગયા છૅ, આપ બધા સમજી ગયા હશો,ભરૂચ ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા નું નિવેદન ચર્ચામાં

-બધા પ્રીતિ ભોજન લઈ ને જજો,મંચ થી ટકોર થતા મનસુખ વસાવા બોલ્યા ભુલ થી બોલાઈ ગયું, શું કરી શું ખર્ચો પાડશે,બાદ માં બોલ્યા પણ દાતા એ કર્યું છૅ,

Advertisement

ભરૂચ લોકસભા બેઠક પર નો રાજકીય જંગ દિવસે ને દિવસે રસપ્રદ બની રહ્યો છૅ,રાજકીય પાર્ટીના ઉમેદવારો એ પોતાનું ચૂંટણી ફોર્મ સત્તાવાર રીતે ભર્યા બાદ હવે તેઓ પ્રચાર અભિયાન માં જોતરાયા છૅ, તેમજ તેઓના વિરોધીઓ ઉપર પ્રહાર કરતા પણ જાહેર સભાઓમાં નજરે પડી રહ્યા છૅ,

આ બધા વચ્ચે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા નું એક નિવેદન ચર્ચામાં આવ્યું છૅ, રાજપારડી પાસે યોજાયેલ એક જાહેર સભાં માં મનસુખ વસાવા એ આમ આદમી પાર્ટી ઉપર આડ કતરી રીતે પ્રહાર કર્યા હતા,

મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે હવે ઝાડું ની જરૂર નથી, હવે મશીનો આવી ગયા છૅ, મારે વધારે કહેવું નથી પણ આપ બધા સમજી જ ગયા હશો, તે પ્રકારની વાત જાહેર સભાં માં તેઓ કરતા નજરે પડ્યા હતા, જોકે તેઓમાં નિવેદન ને લઈ કેટલાય લોકો અલગ અલગ તર્ક પણ સમગ્ર વીડિયો વાયરલ થયા બાદ થી કરતા થયા હતા,

વધુમાં મનસુખ વસાવા એ જાહેર મંચ ઉપર થી ઉપસ્થિત જનતા ને પ્રીતિ ભોજન લઈ ને જવા માટે નું જણાવતા જ સ્ટેજ પરથી તેઓ ને ટકોર થઈ હતી, જે બાદ મનસુખ વસાવા હસ્તા મોઢે બોલ્યા કે ભાઇ બોલાઈ ગયું બીજું શું ખર્ચો પાડશે, વધુ માં તેઓએ કહ્યું હતું કે આચાર સંહિતાઃ વારા નોંધ લેશે,પણ બાદ માં બચાવ કરતા જણાવ્યું કે આ તો એક દાતા એ કર્યું છૅ,

આમ ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ હવે તેની ચરમસીમા એ પહોંચ્યો છૅ, તેવામાં આગામી દિવસો માં કહેવાય છૅ કે રાજકીય તાપમાન ભરૂચ ની બેઠક ઉપર વધુ પ્રમાણ માં જોવા મળે તે બાબતો ને પણ નકારી શકાય તેમ નથી,…


Share

Related posts

રાજકોટમાં વ્યાંજકવાદનો ત્રાસ વધ્યો, એક સાથે અલગ અલગ ૮ ગુના નોંધાયા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં શહેરા ખાતે કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!