Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કરજણ – પાદરા માર્ગ પર ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો..

Share

કરજણ – પાદરા માર્ગ પર ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો…

વડોદરાના કરજણ : પાદરા માર્ગ પર ગત રાત્રીના એક ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી. ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગની જાણ કરજણ ફાયર વિભાગને થતા કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સતત બે કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ લાગેલી આગમાં ટ્રક સંપૂર્ણ સળગીને ખાક થઇ જતા મોટું નુક્સાન થવા પામ્યું હતું…

Advertisement

યાકુબ પટેલ..કરજણ…


Share

Related posts

માંગરોળ ના આંબાવાડી ગામે દીપડો દેખાયો, ભયનો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ મહાવીર શોપિંગ સેન્ટરની છત ફરી એકવાર ધરસાઈ…

ProudOfGujarat

નર્મદા એલસીબી-એસઓજી એ દેવલિયા પાસે 16 લાખના મુદ્દામાલ સાથે ટાયરો ચોરતી ગેંગને ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!