Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કરજણ નવાબજારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર શકુનિઓ પોલીસે ઝડપી પાડયા…

Share

કરજણ નવાબજારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર શકુનિઓ પોલીસે ઝડપી પાડયા…

કરજણ :- વડોદરાના કરજણ નગરના નવાબજારમાં અનાજના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઈટના અજવાળે ગેરકાયદે હારજીતનો પાના પત્તા વડે રૂપિયાથી જુગાર ખેલતાં ચાર ઇસમોને કરજણ પોલીસે ઝડપી પાડી તેમના અંગઝડતી અને દાવ ઉપરના મળી કુલ રોકડા રૂ.11280/- કબજે કર્યા છે. મળતી માહિતી અનુસાર કરજણ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ગત તા.22 ના રોજ કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલ અનાજના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી હારજીતનો પાના પત્તાનો રૂપિયાથી ગેરકાયદે જુગાર રમી રમાડી રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ઉપરોક્ત જગ્યાને કોર્ડન કરી છાપો મારતાં ચાર ઈસમો જુગાર ખેલતાં આબાદ ઝડપાઇ ગયા હતાં. જેઓના નામ પૂછતાં હેમંતકુમાર કનુભાઈ મિસ્ત્રી, શંકરભાઈ રામસીંગભાઈ ઠાકોર, સુનીલ રમેશભાઈ ઠાકોર અને રોહિત બાબુભાઈ ઠાકોર તમામ રહે. નવાબજાર કરજણ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાર વિરૂદ્ધ ગુનો નોંધી તેમની અંગડતીના કુલ રૂ.4740/- તથા દાવ ઉપરના કુલ રૂ.6540/- મળી કુલ રોકડા રૂ.11280/- કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Advertisement

:- યાકુબ પટેલ..કરજણ…


Share

Related posts

વડોદરાના વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પરત ફરતા સાંસદ ધારાસભ્યના હસ્તે કુમકુમ તિલક કરી ભાવભીનુ કરાયું સ્વાગત.

ProudOfGujarat

અંકલેશ્વર – રાજપીપલાને જોડતો ઉછાલી બ્રિજ બન્યો જર્જરિત, બ્રિજ પર પડયા મસમોટા ભુવા

ProudOfGujarat

ઝઘડિયાની કંપનીમાં જેસીબી મશીન લાવવા બાબતે બે કોન્ટ્રાક્ટરો બાખડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!