Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રની કટારિયા એગ્રો પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતાં 3 મજૂરોના મોત

Share

મહારાષ્ટ્રના નાગપુરમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે ત્યાં કટારિયા એગ્રો પ્રાઈવેટ લિમિટેડમાં ભીષણ આગ લાગતાં આ દુર્ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે અને 3 મજૂરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ હાજર છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. એક અધિકારીએ જણાવ્યું કે, કટારિયા એગ્રો પ્રાઈવેટ લિમિટેડમાં સવારે 11:00 વાગ્યે આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી કે, આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ દહેજ માર્ગ પર આમદરા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.

ProudOfGujarat

રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર કામ કરતો મજૂર ૨૫ ફુટથી નીચે પડતાં ગંભીર ઈજા થતાં વડોદરા ખસેડાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં NFSA અને NON NFSA BPL 2.04 લાખ રેશનકાર્ડ ધારકોએ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!