Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના સંજાલી થી હરિપુરા પાટિયા વચ્ચે રોંગ સાઈડ આવતા બાઈક ચાલકનું અકસ્માતમાં મોત…

Share

ઝઘડિયા તાલુકાના સંજાલી થી હરિપુરા પાટિયા વચ્ચે રોંગ સાઈડ આવતા બાઈક ચાલકનું અકસ્માતમાં મોત…

રોંગ સાઈડ આવતા બાઈક ચાલકે અન્ય મોપેડ સાથે અકસ્માત સર્જી બે ઈસમો ને ઇજાગ્રસ્ત કર્યા હતા

Advertisement

ઝઘડિયા તાલુકાના રાજપારડી થી ઉમલ્લા વચ્ચે સારસા સંજાલી હરીપુરા વચ્ચે વારંવાર અકસ્માતો થતા રહે છે, જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે, ગતરોજ હુસેનખાન ખોખર તથા શાહીનુરબાનુ ખોખર રાજપારડી તરફથી ઉમલ્લા તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલક ધર્મેન્દ્ર સોલંકી પોતાના કબજાનુ બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડ પર ચલાવી આવી રહ્યો હતો, તે સમયે ઉમલ્લા તરફ જતા હુસેનખાન ખોખર તથા સાહેબનૂરબાનુ ખોખર ની મોપેડ સાથે પોતાનું બાઈક અથાડી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતમાં રોંગ સાઈડ આવનાર ધર્મેન્દ્ર નાનસંગભાઇ સોલંકી રહે. પીપોદરા તા. ઝઘડિયા નુ મોજ નીપજ્યું હતું, જ્યારે હુસેનખાન ખોખર તથા શાહીનૂરબાનુ ખોખરને ઈજાઓ પહોંચી હતી, અકસ્માત બાબતે કૌશરબાનું સુલેમાનખાન પઠાણ રહે. રાજપીપળા એ રોંગ સાઈડ આવતા ધર્મેન્દ્ર નાનસંગભાઈ સોલંકી વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા


Share

Related posts

ગોધરા: પંચમહાલ જીલ્લા કોંગ્રેસ અને શિવસેનાએ પ્રેટ્રોલડીઝલના ભાવઘટાડાની કરી આકરી ટીકા

ProudOfGujarat

ગારીયાધારના અવકાશમાં અદભુત મેઘ ધનુષ્ય જોવા મળતા લોકો જોવા ઉમટ્યા.

ProudOfGujarat

ભરૂચમાં ઝાડેશ્વર વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!