Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAMusicPhotographyTechnologyTop NewsTravelWomanWorld

ONGC અંકલેશ્વર ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાઇ

Share

ONGC અંકલેશ્વર ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાઇ

ઓએનજીસી અંકલેશ્વર એસેટ ખાતે ભારતના 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, સંસ્થાના તમામ કર્મચારીઓ એ દેશભક્તિના ભાવ સાથે લોકશાહી અને રાષ્ટ્રની પ્રગતિ તેમજ સંસ્થાની પ્રતિબંધિતતાની ભાવનાને ઉજાગર કરવા પ્રજાસત્તાક પર્વને આનુસંગિક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Advertisement

આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઓએનજીસીના મેનેજર જે.એન. સુકનંદન ના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો , રાષ્ટ્રધ્વજ ને આન, બાન અને શાન સાથે ઉપસ્થિત સર્વે અધિકારીઓ કર્મચારીઓએ સલામી આપી હતી, રાષ્ટ્રધ્વજ ને સલામી આપતી વખતે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રગીત સાથે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો , ત્યારબાદ પ્રજાસત્તાક પર્વને અનુરૂપ દેશભક્તિ ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ભારતમાં પ્રવર્તતી વિવિધ જનજાતિઓ વિષયક વિવિધતામાં એકતા ના મૂલ્યોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઓએનજીસી ના ચેરમેન અને સીઈઓ અરુણકુમાર સિંહના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજાસત્તાક પર્વના મહત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં ઓએનજીસી ની મહત્વની ભૂમિકા વિષયક કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં એસેટ મેનેજર જે.એન.સુકાનંદન એ ભારતીય બંધારણના ઘડવૈયા અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભારતમાં જેઓએ સાર્વભૌમ લોકશાહી અને પ્રગતિ નો પાયો નાખ્યો હતો તેમને યાદ કર્યા હતા. ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે ઓએનજીસી એ ભારતના ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે, પ્રજાસત્તાક પર્વની ભાવના તેમના કર્મચારીઓને આગામી સમયમાં આવનારા પડકારોને પહોંચી વળવા અને રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરણાત્મક બની રહેશે.

આ કાર્યક્રમમાં ઓએનજીસી અંકલેશ્વરના એસેટ મેનેજર જે.એન. સુકનંદન, વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ , સામૂહિક પ્રતિનિધિઓ અને OOMS, CISF , SRPF , કેન્દ્રીય વિદ્યાલય અને શિશુવિહારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી.

ProudOfGujarat

ભરૂચમાં ઓપન ગુજરાત બ્લાઈન્ડ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ, દ્રષ્ટિબાધિત ખેલાડીઓની પ્રતિભા ઝળકી

ProudOfGujarat

ભરૂચમાં મક્તમપુર ખાતે 2 અને 5 કિમી મેરેથોનમાં 435 મહિલા-પુરુષો દોડ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!