Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના માંડવા ટોલનાકા પાસેથી રૂપિયા 61,000 ના દારૂ- બિયરના જથ્થા સાથે 4 શખ્સને ઝડપી પાડતી પોલીસ

Share

અંકલેશ્વર માં પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી દારૂ બિયરની હેરાફેરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપવામાં આવી હોય જે સૂચનાના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાદમીના આધારે એક મહિલા તથા ત્રણ શખ્સોને માંડવા ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યા છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં ચાલતી દારૂ બિયરની હેરાફેરીની ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે માંડવા ટોલનાકા પાસે કેટલાક અજાણ્યા શકશો અને એક મહિલા વિદેશી દારૂ બિયરની નાની મોટી બોટલોની હેરાફેરી કરનાર છે જે ચોક્કસ બાતમીના આધારે માંડવા ટોલનાકા ખાતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તથા ટ્રાફિક શાખા દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ચેકિંગ કામગીરી દરમિયાન માંડવા ટોલનાકા પર દારૂ બિયર ભરેલ નંગ 682 જેની કિં. રૂ.61,300-/ તેમજ એક કીપેડ મોબાઇલ જેની કિંમત ₹500 તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 61800-/ નો મુદ્દા માલ પોલીસે કબજે લઈ આરોપી (1) હિતેશ ઉર્ફે સુરસુર હીતભાઈ રાઠોડ (25) રહે કુંભારવાડા બાથા ભાઈ નો ચોક સીતલા માતા ની ડેરી પાસે ભાવનગર, (2) સતીશ ખોડાભાઈ સરધારા (48) રહે વાલ્મિકી રોડ દિપક ચોકની બાજુમાં ભાવનગર (3) વિપુલ જગદીશભાઈ રાઠોડ (20) રહે તિલકનગર અ ડોડીયા વાસ ની બાજુમાં કતલખાના પાસે ભાવનગર (4) અંજના પંકજ રાજેન્દ્ર રાઠોડ (20) રહે. તિલક નગર અડોડિયા વાસ કતલખાનાની બાજુમાં ભાવનગર ને પોલીસે ટોલનાકા પાસે દારૂ બિયરના જથ્થા સાથે ઝડપી લઈ ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

બેકાર બનેલા શ્રમિકોની વતન વાપસી એક ચિંતાનો વિષય લોકડાઉનમાં બેકાર બનેલા શ્રમિકોની વતન વાપસીની મજબુરી.

ProudOfGujarat

અભિનેતા અભિષેક બેનર્જી અને બરખા સિંઘ સાથે “ધ ગ્રેટ વેડિંગ્સ ઓફ મુનેસ” માં તેના અભિનયથી અભિનેત્રી ખતીજા અલગ પાત્રમાં જોવા મળશે.

ProudOfGujarat

અરવલ્લી: શામળાજી પાસેની એકલવ્ય મોડલ સ્કુલની 20 વિધાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!