Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમ સંપન્ન

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર મધુબનીથી પંચાયતી રાજ દિવસ-૨૦૨૫ ની ઉજવણી

કાર્યક્રમમાં મધુબની બિહારથી પ્રધાનમંત્રીના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યુ

Advertisement

ભરૂચ.

ભારતની સામાજીક અને આર્થિક પ્રવૃત્તિઓમાં ગામડાઓનું હંમેશા મહત્વ રહ્યુ છે. પૂ.મહાત્મા ગાંધીજીએ ગામને ગામ સ્વરાજનું મહત્વનું એકમ તરીકે વર્ણવ્યુ છે. ભારતના પુર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ તા.૨ ઓક્ટોબર ૧૯૫૯ના રોજ રાજસ્થાનના નાગૌરથી પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો નાંખ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીથી પંચાયતી રાજ દિવસ-૨૦૨૫ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનએ સંભોધન કર્યું હતુ. તેમાં રાષ્ટ્રભરના નાગરિકો વર્ચ્યુઅલી જોડાયા હતા. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભરૂચ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ૨૦૨૫ ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો, સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો પણ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ભારતના બંધારણમાં બંધારણ સુધારા મારફત સ્થાન આપવામાં આવ્યુ છે. વિકાસની પ્રક્રિયામાં સત્તાનું વિકેન્દ્રીકરણ મહત્વનું છે. પંચાયતી રાજ વ્યવસ્થા એ સત્તાના વિકેન્દ્રીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. જિલ્લાની તમામ ગામ પંચાયતમાં વિકાસલક્ષી વિવિધ કાર્યો પ્રગતિ તળે છે. જિલ્લાની વિવિધ પંચાવન વિકાસશીલથી વિકસિત પંચાયત બનવા તરફની દિશામાં છે. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાશ અધિકારી (પંચાયત) એ પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષમાં જિલ્લાની તમામ પંચાયતની વર્તમાન વિકાસ સ્થિતિનું પેઝન્ટેશન રજુ કર્યું હતું.


Share

Related posts

ભરૂચ : દૂધધારા ડેરીનાં નિયામક મંડળમાં 15 બેઠકો પૈકી 14 બેઠક બિનહરીફ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવકને અન્ય બે ઇસમોએ માર માર્યો.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પુર- મુશળધાર મેઘવર્ષાને લઇને જનજીવન અસ્તવ્યસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!