Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માનસિક વિકલાંગ તરૂણી સોસાયટીમાં રમવા ગઇને કોઇ અપહરણ કરી ગયું

Share

ભરૂચના ઝાડેશ્વર રોડ પરની એક સોસાયટીમાં બનેલો બનાવ
ભરૂચ.
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી તુલસીધામ સોસાયટીમાં રહેતાં મીનાબેેન  નગીન સોલંકી ભોલાવ બસ સ્ટેશન વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમની 15 વર્ષની પુત્રી ભુમી માનસિક વિકલાંગ છે. ગત 29મીએ તેમની પુત્રી ભુમી તેની માતાને ફોન કરીને તેમના હોટલ પર આવી હતી. જે બાદગલ્લામાંથી 10 રૂપિયા લઇને બીજી રીક્ષામાં બેસીને જતીરહી હતી. જેના થોડા સમય બાદ તેનો પરત ફોન આવ્યો હતો અને તે ઘરે પહોંચી ગઇ હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની દાદી સાથે પણ વાત કરાવી હતી. સાંજે સાડા છ વાગ્યે પણ તેણે તેની માતા સાથે વાત કરી હતી. જે બાદ સાડા સાતેક વાગ્યે તેની માતાએ તેને ફોન કરતાં તે સ્વિચ ઓફ આવતો હતો. રાત્રે સાડા નવેક વાગ્યે તેઓ ઘરે જતાં તેમની સાસુએ જણાવ્યું હતું કે, ભુમી સાતેક વાગ્યે સોસાયટીમાં રમવા જવાનું કહીને ગયાં બાદ હજી પરત આવી નથી. જેથી તેમણે તેની તપાસ કરી હતી. જોકે, તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. તેમના સગાસંબંધીઓ પરીચિતો તેમજ સોસાયટીમાં રહેતાં લોકોને ત્યાં પણ તપાસ કરી હતી. જોકે, તેની કોઇ ભાળ મળી ન હતી. તેના મોબાઇલ પર ફોન કરે તો તે સ્વિચ ઓફ આવવા સાથે તેમાં મરાઠીમાં સ્વિચ ઓફ નો હોવાની કેસેટ વાગતી હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે.

Share

Related posts

પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી ફરાર…

ProudOfGujarat

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ના દિવા રોડ પર આવેલ ખેતર માંથી યુવતી ની લાશ મળતા ભારે ખળભળાટ મચ્યો હતો…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!