Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રકમાં 62 બકરાને ક્રુરતાપુર્વક લઇ જતો શખ્સ ઝડપાયો

Share

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર માંડવા ટોલનાકા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 બકરાઓને મુક્ત કરવામાં આવ્યાં હતાં.

Advertisement

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે હાઇવે પર પશુઓની ક્રૂર રીતે હેરાફેરી થઈ રહી છે. જે બાતમીના આધારે ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ શંકાસ્પદ ટ્રક નંબર GJ 24 V 8648ને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 62 બકરા મળી આવ્યા હતા.

પોલીસે ટ્રક ચાલક પાટણના સિદ્ધપુર વિસ્તારનો રહેવાસી કમરૂદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી. બકરા ભરાવનાર આરોપી મહેદીઅલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી


Share

Related posts

હાંસોટ તાલુકામાં કોરોના વાઇરસની એન્ટ્રી તાલુકાનાં ત્રણ લોકો પોઝિટિવ આવતા સંક્રમિત લોકોને કોરોન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં આપતિ વ્યવસ્થાપન અંગેનો માર્ગદર્શક સેમીનાર અને ફાયર મોકડ્રીલ યોજાઇ.

ProudOfGujarat

BJP નો ડંકો : જિતિન પ્રસાદ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!