Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભુલાઇ ગયેલો મોબાઇલ લેવા જતાં કારની ટક્કરે આધેડનું મોત

Share

ગલેન્ડાની લેવેન્સ લેબ કંપની સામે બનેલી ઘટના
ભરૂચ.
અંક્લેશ્વરના ગોલ્ડન પોઇન્ટ ખાતેરહેતાં નીરવ રજની વઘાસિયા લેવન્સ કંપનીમાં પ્રોડક્શન એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે. તેઓ ગઇકાલે જનરલ શિફ્ટમાં કંપનીનો બસમાં નોકરીએ ગયાં હતાં. તેમની સાથે મનુબર ચોકડીથી શબ્બીર અહમદ ઉભરાટદાર(રહે. બાવા રેહાનનગર, વેજલપુર) પણ બસમાં બેઠાં હતાં. તેઓએ નોકરીમાં અંદર જતાં પહેલાં તેમના મોબાઇલ કંપનીના ગેટ પર જમા કરાવ્યાં હતાં. સાંજે નોકરી પુર્ણ થતાં તેઓ પરત આવવા માટે પુન: તેમની કંપનીની બસમાં બેઠાં હતાં. દરમિયાનમાં શબ્બીર ઉભરાટદારને ધ્યાનમાં આવ્યું હતું કે, તેઓ તેમનો મોબાઇલ ભુલી ગયાં છે. જેથી તેમણે બસ ઉભી રખાવી બસમાંથી ઉતરી કંપનીના ગેટ પર પોતાનો મોબાઇલ લેવા જઇ રહ્યો હતો. તે વેળાં ડેરામિક કંપની તરફથી આવતી એક સફેદ કલરની કારના ચાલકે શબ્બીરભાઇને ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને પ્રાઇવેટ કારમાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમના માથામાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. બનાવને પગલે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

દુનિયા માટે ભારતમાં ડિઝાઇન : ઇનોવેશન અને ઉત્પાદિત કરેલ ‘ATUM સોલર રૂફ’ને યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની પેટન્ટ પ્રાપ્ત થઇ.

ProudOfGujarat

ભરૂચ : જાહેરનામાનાં પ્રથમ દિવસે બપોરે 4 કલાકે દુકાનો બંધ કરી તંત્રનાં નિર્ણયને આવકારતા વેપારીઓ.

ProudOfGujarat

ઝઘડિયાના રઝલવાડા નજીક મોટરસાયકલ સ્લિપ થતાં ઇજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!