Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાઇ સિક્યુરિટીવાળી બિરલા કોપર કંપનીમાંથી 3.82 લાખના વાયરની ચોરી

Share

ગઠિયાઓ ચાલુ લાઇન પરથી 850 મીટર વાયર કાપી ગયાં
ભરૂચ.
વાગરાના અંભેટા ગામે રહેતાં જીવનકુમાર આનસિંગ હથલેખી સીએસએફ નામની સિક્યુરિટી એજન્સીમાં ચાર વર્ષથી નોકરી કરે છે. તેમનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં બિરલા કોપર કંપનીના પ્લાન્ટો, પાર્કિંગ તેમજ ટાઉનશીપ અને ચારે બાજુ અવાર-નવાર પેટ્રોલિંગ કરવાનું કામ હોય છે. તય્રે ગત 26મી એપ્રિલે સીએસએફના માણસો બિરલા કોપર કંપનીના ગેટ નંબર-6ની અંદર આવેલાં પાણીના તળાવની આસપાસમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે વેળાં જણાયું હતું કે, તળાવ ( વોટર રિઝર્વ)ની ફરતે લગાવેલી સ્ટ્રીટ લાઇટના થાંભલાની લાઇટો ચાલું ન હતી. જેથી તેમણે બિરલા કોપર કંપનીના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં જાણ કરતાં બીજા દિવસે ટીમે ત્યાં તપાસ કરતાં સ્ટ્રિટ લાઇટના ફોરકોર કોપર વાયરો અલગ અલગ જગ્યાએથી કટિંગ કરી ત્યાંથી કુલ 3.82 લાખની મત્તાના 850 મીટર જેટલાં વાયરની કોઇ તસ્કર ટોળકીએ ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. ઇલેક્ટ્રિક વિભાગે 14મી એપ્રિલે સાંજે આ વ સ્તારમાં મેઇન્ટેનન્સની કામગીરી કરી હોઇ ત્યારથી 27 એપ્રિલ સુધીમાં તસ્કરોએ કારસાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળામાં વન ભોજન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

પ્રતાનગર લલિતા ચાલીમાં વડોદરામાં તસ્કરોનો તરખાટ, પોલીસે ઉડાઉ જવાબ આપ્યો જાણો કેવો.

ProudOfGujarat

ભરૂચ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!