Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણીના ભાગરુપે મહિલાઓએ ઇજનેરી કોલેજ અને મકાઇ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી

Share

ગોધરા,
મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત પંચમહાલ જિલ્લાની મહિલા કૃષકો અને પશુપાલકો માટે ગોધરા ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં હતી. જેમાં તજજ્ઞો દ્વારા આધુનિક અને વૈજ્ઞાનિક ઢબની ખેતી સાથે પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના ધોળાકુવા ખાતે આવેલા મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર અને ઇજનેરી કોલેજની મુલાકાત પણ મહિલાઓને કરાવવામાં આવી હતી.
મહિલા કૃષિ દિવસની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે, રાજ્યની નારી શક્તિ તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બની રહે તેવા સઘન પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યાં છે. ગ્રામિણ વિસ્તારની બહેનોના આર્થિક વિકાસ માટે કૃષિલક્ષી યોજનાઓ સાથે ડેરી વિકાસની યોજનાઓ સહાયના ધોરણે સરકારે અમલીત બનાવી છે. જેનો પુરતો લાભ લેવા ઉપસ્થિત મહિલાઓને જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે. શાહે મહિલાઓને પગભર બનાવતી સ્વરોજગાર યોજનાઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, સમયે સમયે થતાં કાર્યક્રમો અને ગ્રામ સેવકો પાસેથી ગ્રામિણ મહિલાઓ સરકારની યોજનાઓની જાણકારી મેળવી તેનો મહત્તમ લાભ મેળવે. સાથે બજારની પ્રક્રિયાને સમજીને પોતાના ખેત ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનો ઉપર વધુ નફો મેળવવા પુરતા પ્રયાસો કરે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, મહિલા મોર્ચાના પ્રમુખ ગૌરીબેન જોષી, વેજલપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. કનકલતા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી ગોપાલભાઇ પટેલ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષા મીનાક્ષીબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધનોમાં ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું.
કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ.બી. પટેલ અને ડો. શક્તિ ખજૂરિયાએ ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર, પાણીના ઉપયોગ અને વાવેતર પધ્ધતિની જાણકારી સાથે ખેત ઉત્પાદન વધારવા અને નફાકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યુ હતું. નાયબ પશુ પાલન નિયામક ડો. એસ.એન. ઠાકોરે આદર્શ પશુપાલન માટે ઉપયોગી માહિતી આપી પશુઓની દૂધ ઉત્પાદક્તા વધારવા અને પશુઓની માવજત સંબંધિત વિગતો આપી હતી.
મહિલા કૃષિ દિવસ ઉજવણીનાં કાર્યક્રમમાં જિલ્લાની તાલુકા પંચાયતના પ્રમુખો, એ.પી.એમ.સી. ના ચેરમેનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, ખેડૂત અને પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ આયોજીત આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.ડી. ચારેલે કર્યં હતું. આભારવિધિ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એ.આઇ. પઠાણે કરી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી વેપારી એસોસિયેશન તથા સમસ્ત સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીમાં વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા બાબતે આખરે સાંસદનાં પત્રનાં અખબારી અહેવાલ બાદ પાલીકાની ટીમો કામે લાગી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ આયોજીત અસૃ ભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વ.અહેમદ પટેલ ને શ્રદ્ધાંના સુમન અર્પિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!