Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ૬૦૦૦ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

Share

 

ગોધરા,

Advertisement

શહેરા પોલીસ મથક ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ ૬૦૦૦ ની લાંચ લેતા એસીબીએ રંગેહાથે પોલીસ મથકના કમ્પાઉન્ડમાં  જ ઝડપી લીધા હતા.પોલીસ બેડામા ખળભળાટ મચી જવા પામ્યો હતો

મળતી વિગતો અનુસાર પંચમહાલ  શહેરા પોલીસ મથકમા ફરજ બજાવતા   હેડ કોન્સ્ટેબલ મણીલાલ લાલાભાઇ ડાભી એક  ફરિયાદી વિરુદ્ધ જમીન સબંધી કેસમા  અરજી થયેલી તેની તપાસના કામે  લોકઅપ માં નહિ પુરવા માટે રુ.૬૦૦૦લાંચ માંગી હતી.જેના સંર્દભ ફરિયાદીએ લાંચ ન આપવામા માંગતા હોય ગોધરા એસીબી ની ટીમનો સંપર્ક સાધ્યો હતો જેમા ગોધરા એસીબી પોલીસ ઇન્સ્પેટર જે.બી.ડામોર અને તેમની ટીમે છટકુ ગોઠવ્યુ હતુ જેમા ફરિયાદીએ ૬૦૦૦ની લાંચ લેતા પોલીસ કમ્પાઊન્ડમા જ રંગેહાથ પકડાઇ ગયા હતા. આ અંગે એસીબીએ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.આ મહિનામા પંચમહાલ જીલ્લામા પોલીસ કર્મી  પકડાવાની બીજી ટ્રેપ છે આ પહેલા દાહોદ એસીબીએ દામાવાવ પોલીસ મથકનો એક પોલીસ કર્મી લાંચ લેતા પકડી પાડયો હતો.


Share

Related posts

પાલેજ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજુર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, કાયદાકીય લડતનો એલાન

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2178 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!