Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અજાણ્યા વાહનને ટક્કર મારતાં રાહદારી શખ્સનું ગંભીર ઇજાને કારણે મોત

Share

ભરૂચ-દહેજ રોડ પર જોલવા ચોકડી પાસે બનેલી ઘટના
ભરૂચ.
દહેજ-ભરૂચ હાઇવે પર મધ્યરાત્રે અજાણ્યાવાહને રાહદારી યુવાનને કચડી નાંખતા મોત મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
વાગરા તાલુકાના જોલવા ગામે ઠાકોરભાઇનો કોલોની ખાતે રહેતાં અનેમુળ વેસ્ટ બંગાળના જાકીર મનીષ મંડલ રાત્રે કેન્ટીનમાં જમીને ઘરે જતો હતો. તે વેળાં રાત્રે દશેક વાગ્યે તેમનો મિત્ર બિરસા હાલું ઉરાઓ રૂમની બહાર આંટાફેરા મારી રહ્યો હોવાનું તેણે જોયો હતો. જે બાદ તે પોતાના રૂમમાં જઇ સુઇ ગયો હતો. દરમિયાનમાં મધ્યરાત્રે બે-એક વાગ્યે ભરૂચ-દહેજ હાઇવે અકસ્માત થયાનો અવાજ આવતાં તેઓ જાગી ગયાં હતાં. તેઓ તુરંત જોલવા વેલ્સપુન ચોકડી પાસે પહોંચી તપાસ કરતાં તેમના મિત્ર બિરસા ઉરાઓ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો મળી આવ્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા યુવકનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત.

ProudOfGujarat

ભરૂચ : આદિવાસી વિસ્તારોમાં અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ધારાસભ્ય છોટુ વસાવાએ પત્ર લખી મુખ્યમંત્રી પાસે માંગણી કરી.

ProudOfGujarat

વિશ્વ તમાકુ નિષેધ દિન : સુરત જિલ્લાનાં મોટામિયાં માંગરોળ મુકામે લાખો લોકોને વ્યસન મુક્ત કરવાનું લક્ષ્ય સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું. .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!