Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મુસ્લીમ સમાજે 15 મિનિટ માટે લાઇટો બંધ રાખી વિરોધ નોંધાવ્યો

Share

વકફ બીલને લઇને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. મુસ્લીમ પર્સનલ લો દ્વારા મળેલાં આદેશાનુસાર મુસ્લીમ સમાજે 30 એપ્રિલે રાત્રે મુસ્લીમ સમાજ દ્વારા પોતાના ઘર-વ્યવસાયીક સ્થળની લાઇટ 15 મિનિટ માટે બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

દેશભરમાં હાલમાં વકફ અને યુસીસી બીલને લઇને ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે મુસ્લીમ પર્સનલ લો દ્વારા 30 એપ્રિલની રાત્રે 9 વાગ્યેથી 15 મિનિટ સુધી મુસ્લીમ સમાજના લોકો દ્વારા વીજ પુરવઠો બંધ રાખવા માટેની સુચના આપવામાં આવી હતી. જેના પગલે ગઇકાલે રાત્રીના સમયે સમાજના લોકોએ 9 વાગ્યે લાઇટ બંધ કરી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મુસ્લીમ સોસાયટીઓમાં રહેતાં લોકોએ આ વિરોધમાં જોડાઇને વીજ પુરવઠો બંધ રાખતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો હતો. ભરૂચના કોંગ્રેસના આગેવાન ઇબ્રાહિમ કલકલે મુસ્લીમ સમાજના લોકોએ વકફ અને યુસીસીના વિરોધમાં વીજ પુરવઠો બંધ રાખવાના વિરોધ પ્રદર્શનમાં સહકાર આપતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

મહેસાણા : સોશિયલ મીડિયા સ્ટાર મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ ઓન ડ્યૂટી વરદીના ઉડાવ્યા ધજાગરા

ProudOfGujarat

શહેરાનગરમા કેરીરસની ધમધમતી હાટડીઓ પર આરોગ્ય વિભાગ ક્યારે તપાસ હાથ ધરશે?

ProudOfGujarat

ભરૂચ : વાલિયા તાલુકાનાં લીંભેટ ગામ નજીક સી.એન.જી કારમાં આગ લાગી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!