Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચેક રિર્ટન કેસમાં આરોપીને સજા ફટકારતી ભરૂચ કોર્ટ

Share

આરોપી યુસુફ દાઉદ બોડા, રહે..ટંકારીયા, ભરૂચનાઓ અનાજ તેમજ કઠોળનો જથ્થાબંધ વેપાર કરે છે અને આજુબાજુના ગામના ખેડૂતોનું દર વરસે ખેતીમાં જે કઈ અનાજ કે કઠોળ પાકે તે જથ્થાબંધ ખરીદી લેતા અને જે કંઈ હિસાબ થાય તે રકમ ખેડૂતોને આપી દેતા. જે મુજબ ફરિયાદી મહેન્દ્રભાઈ પટેલ રહે.પાદરીયા, તા.જી.ભરૂચનાઓએ પોતાની ખેતીમાં પાકેલ કઠોળ રૂા.૧,૧૦,૦૦૦ નું આરોપીને વેચાણ કરેલું, જેની સામે આરોપીએ પોતાની બેન્ક ઓફ બરોડાનો રૂા. ૧,૧૦,૦૦૦ નો ચેક લખી આપેલો, અને એવો વિશ્વાસ અને ભરોસો આપેલો કે, આ ચેક તમે બેંકમાં વટાવવા નાખશો કે તરત જ તમોને તમારી લેણી રકમ મળી જશે.

જે ચેક ફરિયાદીએ તેમના ખાતામાં વટાવવા માટે નાખતા તે ચેક અપુરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફરેલો. જેથી ફરિયાદીએ તેમના એડવોકેટ રાજેશ ટી પ્રજાપતિ મારફતે આરોપી યુસુફ ડી.બીડાનાઓ સામે  નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ ઍક્ટની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ ભરૂચની કોર્ટમાં દાખલ કરેલી. જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી યુસુફ દાઉદ બોડાને ત્રણ માસની સાદી કેદની સજા તેમજ રૂા. ૧,૦૦,૦૦૦ વળતરની રકમ ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલો છે. જજમેન્ટના દિવસે આરોપી ગેરહાજર રહેતા આરોપીને ધરપકડ કરવા માટેનું વોરન્ટ ડીએસપી ભરૂચનાઓને મોકલી આપેલ છે અને પોલીસે યુસૂફ બોડાની ધરપકડના ચક્રો ગતિમાન કરેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં પારુલ યુનિવર્સિટીમાં PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરવાનો પ્રયાસ કર્યો

ProudOfGujarat

પાલેજ ખાતે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને બાહી હાઇસ્કુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!