Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને શિક્ષકો ના સન્માન કાર્યક્રમ નું આયોજન કરાયું

Share

અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને શિક્ષકો ના સન્માન કાર્યક્રમ નું આયોજન કરાયું
=અંકલેશ્વર તાલુકા ,શહેર અને જીઆઇડીસીની સરકારી અર્ધ સરકારી તેમજ ખાનગી શાળા ના 35 શિક્ષકો નું સન્માન કરાયું
= વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના પૂર્વ વાઇસ ચાન્સેલર ડો.અશ્વિન કાપડિયા ઉપસ્થિત રહ્યા

05.09 અંકલેશ્વર

Advertisement

અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ખાતે શિક્ષક દિન નિમિતે અંકલેશ્વર તાલુકા ,શહેર અને જીઆઇડીસી માં આવેલ પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના 35 જેટલા શિક્ષકો ના સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ,આ કાર્યક્રમ માં વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના પૂર્વ વાઇસ ચાન્સેલર ડો.અશ્વિન કાપડિયા અને બોમી કવિના સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન સંદીપ પટેલ દ્વારા શિક્ષક દિન એટલે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિતે અંકલેશ્વર તાલુકા ,શહેર અને જીઆઇડીસી ની સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળા ના પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના 35 જેટલા શિક્ષકો ના સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ,આ કાર્યક્રમ માં વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોકટર .અશ્વિન કાપડિયા.અને ભરૂચ ની એમ કે કોલેજ ના પૂર્વ પ્રિન્સિપાલ ડોકટર બોમી કવિના સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા ,અને મહાનુભાવો ના હસ્તે 35 શિક્ષકો ને પારિતોષિક અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન સંદીપ પટેલ ,નગરપાલિકા ના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ. શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહીત ના આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા .


Share

Related posts

દાહોદ નગર પાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી યોજાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનું ગૌરવ : વાગરાના અખોડ ગામને ‘સ્વચ્છતા હી સેવા’ માં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યમાં શ્રેષ્ઠ ગામનો એવોર્ડ

ProudOfGujarat

નડિયાદ : માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!