Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હોટલમાં સીસીટીવી ફૂટેજનું 30 દિવસનું બેકઅપ નહીં રાખતાં બે હોટલ માલિકો સામે કાર્યવાહી

Share

ભરૂચ.
ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી વચ્ચે સુરક્ષાને લઇને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. દરમિયાનમાં ભરૂચ પોલીસે બે હોટલ સંચાલકો કે જેમણે તેમના ત્યાં લગાવેલાં સીસીટીવીના 30 દિવસના ફૂટેજ સુરક્ષિત નહીં રાખતાં તેમની સામે કાર્યવાહી કરી છે.
યુદ્ધ જેવી સ્થિતી વચ્ચે એક તરફ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને લઇને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વાહન ચેકિંગ સહિતની કામગીરીમાં પોલીસ જોતરાઇ છે ત્યારે આવા સંજોગોમાં પણ કેટલાંક લોકો બેજવાબદારી ભર્યું વર્તન કરી રહ્યાં છે. દરમિયાનમાં ભરૂચ પોલીસે બે હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરી છેે. જેમાં ભરૂચ શહેરના પાંચબત્તી પાસે આવેલાં દેશબંધુ ગેસ્ટ હાઉસમાં તેમજ પુર્ણિમા ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કરતાં બન્ને હોટલમાં સંચાલકો દ્વારા 30 દિવસનું સીસીટીવી કેમેરાનું ફૂટેજ  રાખ્યું ન હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે પુર્ણિમા ગેસ્ટ હાઉસના માલિક દિનેશચંદ્ર પુનમચંદ્ર છોવાલા(રહે. પ્રભાત બંગ્લોઝ, તુલસીધામ શાકમાર્કેટ પાસે) તેમજ દેશબંધુ ગેસ્ટહાઉસના માલિક હનિફ ઇકબાલ પટેલ (રહે. પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્ષ, સોનેરી મહેલ) વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વરઃ પોલીસે બે સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, એકની ધરપકડ

ProudOfGujarat

હાંસોટી ખારવા સમાજ ભરૂચ દ્ધારા કોરોના વાયરસથી બચવા લેમન–ટીનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

દેશને કોરોનાથી બચાવવા પોતાના ટ્રસ્ટની હોસ્પિટલ વિનામૂલ્યે આરોગ્ય વિભાગને સુપ્રત કરતા કર્મવીરસિંહ ભામાશા માંગરોલા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!