Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇકો એનર્જીના નામે ભેળસેળયુક્ત ડીઝલ વેચતી ટોળકીના 5 સાગરિતો ઝબ્બે : 41.86 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ.
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અંક્લેશ્વરના મોતાલી ગામ પાસે માય ઇકો એનર્જીના નામે ચાલતાં પંપ પર ઉધ્યોગોમાં વપરાતું જ્વલનશીલ ઓઇલ ડીઝલમાં મિક્ષ કરી વેચવાનું કૌભાંડ ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યું હતું. ટીમે ગેરકાયદે ચાલતાં આ ઓઇલ મિક્ષ્ડ ડીઝલ વેચવાના કારસામાં પાંચ આરોપીઓને દબોચી લીધાં હતાં. જ્યારે મુખ્ય સુત્રધાર સહિત બે જણાને વોન્ટેડ જાહેર કર્યાં છે. ટીમે સ્થળ પરથી કુલ 41.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભરૂચ નેશનલ હાઇવે પર મહાદેવ હોટલ પાસે આવેલાં માય ઇકો એનર્જી ( વીશાઇન ફ્યુલ સ્ટેશન) નામના પંપ પર ગેરકારે રીતે ઔધ્યોગિક એકમોમાં વપરાતું જ્વલન શીલ ઓઇલ મંગાવી ડીઝલમાં ભેળસેળ કરી સસ્તા ભાવનું જણાવી આવતા-જતા વાહનોમાાં ઇંધણ તરીકે ભરી આપવામાં આવે છે. તેવી બાતમીના આધારે ડીવાયએસપી અનિલ સીસારાએ એલએસએલના અધિકારી વી. આર પટેલ, એલસીબી પીએસઆઇ ડી. એ. તુવર સાથે સ્થળ પર રેડ પાડતાં એક વાહન ત્યાં શંકાસ્પદ હાલમાં મળી આવ્યું હતું. જેમાં ઉદ્યોગોમાં વપરાતું ઓઇલ ભરેલું હતું. ઉપરાંત ડીઝલ પંપના સ્ટોરેજ ટેન્કમાં તપાસ કરતાં તેમાં ઓઇલ મિક્ષ કરેલું ઇંધણ મળી આવ્યું હતું. ટીમે મામલામાં હિતેન મનસુખ કાનકડીયા(રહે. રામવાટીકા બંગ્લોઝ, કામરેજ, સુરત) રાહુલ અમીરચંદ સહાની (રહે. મીરાનગર, અંક્લેશ્વર), અંકિત ઇન્દ્રપ્રવેશ સિંઘ (મંગલદીપ, મોતાલી ગામ) , અલ્પેશ દલસુખપરમાર (રહે. મોટસાંજા, ઝઘડિયા) તેમજ નવીન દેવા ઠાકોર (રહે. બામરોલી, પાટણ)ને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે પંપના માલિક  બિવેશકુમાર સિંઘ (રહે. અંક્લેશ્વર, મુળ રહે. બિહાર) તેમજ રાઘુ વેલજી ડાંગર (રહે. મુન્દ્રા,કચ્છ)ને વોન્ટેડ જાહેર કર્યાં હતાં. પોલીસે સ્થળ પરથજ્ઞી 35,786 લીટર શંકાસ્પદ પ્રવાહી, ટેન્કરો સહિત કુલ 41.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે, પંપનો માલિક બિવેશકુમાર સિંઘ તેના મળતિયાઓ તેમજ પકડાયેલાં સાગરિતો સાથે મળી માય ઇકો એનર્જી નામનો પંપ શરૂ કર્યો હતો. જેમાં સસ્તા ભાવે ઇન્ડીઝલ ભરી આપવાના નામે ભેળસેળયુક્ત ઇંધણ ભરવાનો કારસો રચ્યો હતો. તેઓ ઔદ્યોગોમાં વપરાતું હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ (ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી) મંગામી સ્ટોરેજ ટેન્કમાાં મિક્સ કરી ભેળસેળયુક્ત ઇંધણ ભરી આપતાં હતાં.
પોલીસે તેમની સામે સરકારી તિજોરીને નુકસાન કરવુ, ગ્રાહકો સાથે ઠગાઇ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત જીપીસીબી, જીએસટી  વિભાગને જાણ કરી તેમની અને સીએની હાજરીમાં આગળની તપાસ કરવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

ભાવનગર: ટોપ થ્રી નજીક એસ.ટી બસ ફસાઈ….

ProudOfGujarat

हॉकी लीजेंड संदीप सिंह ने दिलजीत दोसांझ के साथ 12 साल बाद किया ट्रैन में सफ़र ! भयानक हादसे के बाद संदीप सिंह का पहला सफर|

ProudOfGujarat

વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું ભરૂચ નગરપાલીકા દ્વારા સમારકામ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!