Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હાઇવે પર અજાણ્યા કારની ટક્કરે બાઇક સવાર બે પૈકી એકનું મોત, એક ગંભીર

Share

અસુરિયા પાટિયા પાસે અકસ્માત સર્જાયો
બન્ને કોસંબાથી નારેશ્વર જઇ રહ્યાં હતાં
ભરૂચ.
સુરતના ઉધના ખાતે રહેતાં પ્રશાંત બેલદારના પિતા ઉમેશ જગન્નાથ બેલદાર તેમના સુપરવાઇઝર મિત્રની બાઇક લઇને કોસંબા નાયરા કંપનીની સાઇટ પર કામ અર્થે  જવા ઘરેથી સવારે 9 વાગ્યે નિકળી ગયાં હતાં. બપોરના અઢી વાગ્યાના અરસામાં તેમને તેમના પિતા સાથેના અમરત ઉમેરજી ઠાકોરે ફોન કરી જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પિતા બાઇક પર કામ અર્થે નારેેશ્વર જવા માાટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ ભરૂચ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં અસુરિયા પાટિયા પાસે આવેલી શીતલ હોટલ પાસે એક કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારી લાવી તેમને ટક્કર મારતાં બન્નેને ઇજાઓ થઇ હતી. આસપાસના લોકોએ દોડી આવી તેમેન સારવાર માટે ભરૂચ સિવિલ્ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમના પિતા ઉમેશ બેલદારનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટના અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી ફરાર થઇ ગયેલાં આરોપીને શોધવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

ખેડા જિલ્લામાં વાવાઝોડામાં ૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળાઓની છતનાં નુકશાનનો સર્વે હાથ ધરાયું

ProudOfGujarat

ભરૂચમાં દુબઈનાં અબુધાબીથી આવેલ ૧૭૫ થી વધુ લોકોને 2 હોસ્ટેલ અને ૬ હોટલમાં કોરનટાઈન કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

ગોધરા શહેરમા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કેરી રસની હાટડીઓ પર દરોડા.અખાદ્ય કેરી રસનો જથ્થો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!