Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અગાઉના ઝઘડાની રીસ રાખી ભાઈ-બહેનનો આધેડ શખ્સ પર હુમલો

Share

વાલિયા તાલુકાના ભરાડિયા ગામે બનેલી ઘટના

। ભરૂચ ।

Advertisement

વાલિયાના ભરાડિયા ગામમાં ઘરમાં બબડિયા કરતાં શખ્સ સાથે પાડોશી ભાઈ-બહેને તકરાર કરતાં મામલો ગરમાયો હતો. ભાઈ-બહેને મળી શખ્સને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાલિયાના ભરાડિયા ગામે રહેતાં શાંતુ ભારજી વસાવા તેમના ઘરમાં હતાં ત્યારે તેઓ એકલા ઘરમાં બોલ્યાં કરતાં હતાં. તે વેળાં તેમના ઘરની પાછળ રહેતાં મંગા મોહન વસાવા તેમજ તેની બહેન અમરતીએ તેમના ઘર પાસે આવેલી તેમને આંગણામાં બોલાવી તું કેમ અમને બન્ને ભાઈ-બહેનને અગાઉના ઝઘડાની રીસ રાખી અપશબ્દો ઉચ્ચારે છે. જેથી શાંતુએ પણ આવેશમાં આવીને જણાવ્યું હતું કે, તમે લોકોએ વર્ષો પહેલાં મને જેલમાં પુરાવ્યો હતો. જેથી હું તમારું નામ લઈને અપશબ્દો બોલતો હતો. તેમ કહેતાં મંગા વસાવાએ શેરડી કાપવાના કોવતાથી પા કરતાં શાંતુની હથેળી કપાઈગઈ હતી. બીજી તરફ અમરતીએ પણ લાકડીના સપાટા મારી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે વાલિયા દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અમદાવાદના મેકડોનાલ્ડમાં કોલ્ડ્રીંક્સમાં જોવા મળેલી ગરોળીના કારણે 1 લાખ દંડ કરાયો.

ProudOfGujarat

ઝગડીયા તાલુકામાં શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા ” વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 1147 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!