Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratHealthINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં એક સાથે 70 ડેન્ટલ ક્લિનીક પર 450 જેટલા દર્દીના મોઢાના કેન્સરની તપાસ કરાઇ

Share

ભરૂચ.
ભરૂચ અંક્લેશ્વરના ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા વર્લ્ડ નો ટોબેકો દિવસ એટલે કે 31મી મેના રોજ લોક જાગૃતિ અને મોઢાના કેન્સરની તપાસ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ, અંક્લેશ્વર, રાજપીપળા, રાજપારડી તેમજ ઝઘડિયા સહિતના વિસ્તારોમાં આવેલાં 70 થી વધુ ડેન્ટલ ક્લિનિક પર એક સાથે 120 થી વધુ ડોક્ટરોએ સેવા આપી હતી. ભરૂચ જિલ્લામાં યોજાયેલાં ખાસ કેમ્પમાં અંદાજે 450થી વધુ દર્દીઓનું મફતમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લોકો તમાકુનું સેવન ન કરે તે લોકજાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે સાથે તેમને તમાકુનું વ્યસન છોડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝઘડીયાના તલોદરા ગામે એક યુવકને ત્રણ ઇસમોએ ગાળો બોલી માર માર્યો.

ProudOfGujarat

ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાની પાણી સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

નડિયાદના ટુંડેલ ગામે મકાનમાં ઝેરી સાપ દેખાતા નાસભાગ મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!