Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોપેડ પર દારૂની હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો

Share

ભરૂચ.
વાલિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાં હેડકોન્સ્ટેબલ કિરીટ રમેશભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે, વડ ગામ તરફથી એક મોપેડ પર વિદેશીદારૂનો જથ્થો લઇને એક શખ્સ રૂંધા ગામ તરફ રહ્યો છે. જેના પગલે ટીમે રૂંધા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મોપેડ ચાલક ત્યાંથી પસાર થતો હોઇ પોલીસે તેને અટકાવી તપાસ કરતાં મોપેડમાં પગ મુકવાની જગ્યાએ એક પ્લાસ્ટિકના કોથળામાં તેણે અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની કુલ 86 બોટલોની હેરાફેરી કરી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. તેની પુછપરછમાં તેનું નામ જીવન મોતી વસાવા (રહે રૂંધા, લીંબડી ફળિયુ) હોવાનું જણાવ્યું હતું. ટીમે તેની પાસેથી 8,600નો વિદેશીદારૂ તેમજ મોપેડ મળી કુલ 43 હજારથી વધુનો મુુદ્દામાલ જપ્ત કરી તેની સામે ગુનો નોંધ્યોહતો. જોકે, પોલીસે તે વિદેશીદારૂ ક્યાંથી લાવ્યો, કોઇને આપવાનો હતો કે જાતે ધંધો કરતો હતો. તેની સાથે અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ તે સહિતની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ : આમોદ તાલુકામાંથી વહેતી ઢાઢર નદી ભયજનક સપાટી નજીક વહી રહી છે.

ProudOfGujarat

વૃદ્ધ દંપતિ વડોદરા રહેતાં પુત્રના ઘરે ગયું ને તસ્કરોએ તેમના ઘરમાં 1.96 લાખનો હાથફેરો કર્યો

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વરમાં દૂધની ગુણવત્તા તપાસ: 14 ડેરીઓમાંથી નમૂના લેવાયા, રિપોર્ટ બાદ થશે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!