Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIA

ભરૂચના લાયન્સ ક્લબમાંથી તસ્કરો 12 પંખા તેમજ એમ્પ્લિફાયર-સ્પિકરના સેટ સહિત 40 હજારની ચોરી કરી ફરાર

Share

ભરૂચ.
ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર આવેલી પ્રિયદર્શની સોસાયટીમાં રહેતાં ગોપાલ રતિલાલ શાહ ફલશ્રુતી નગરમાં આવેલાં લાયન્સ ક્લબ ઓફ ભરૂચના ચેરમેન તરીકે સેવા આપે છે. તેમના લાયન્સ હોલનું રિનોવેશનનું કામ ચાલે છે. દરમિયાનમાં ગત 22મીએ તેઓ સાજના સમયે નિત્યક્રમ મુજબ હોલને તાળું મારીને ઘરે ગયાં હતાં. અરસામાં બીજા દિવસે સવારે હોલમાં પાણીની મોટર બગડી જતાં તેઓ ત્યાં પહોંચતાં હોલનું તાળું તુટેલું હોવાનું જણાયું હતું. તેમણે અંદર જઇને તપાસ કરતાં રાત્રીના સમયગાળામાં કોઇ તસ્કર ટોળકીએ હોલમાંથી 12 જેટલાં સિલીંગ ફેન, એક અમ્પ્લિફાયર, બે સ્પિકર, બે માઇક તેમજ પાણીના નળ ફિટીંગન સામાન મળી કુલ 40 હજારથી વધુની મત્તાનો સામાન ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તેમેણ સંસ્થાના કમિટી સભ્યો સાથે તમામ બાબતની વાતચીત કર્યાં બાદ મામલામાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

Share

Related posts

નર્મદા તથા છોટાઉદેપુર જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા સીકલીગર ગેંગના સભ્યો પાસામાં ધકેલાયા.

ProudOfGujarat

અમદાવાદની 5 મહાનગરપાલિકાઓમાં 23,100 EWS આવાસોનું નિર્માણ કરાશે.

ProudOfGujarat

અંક્લેશ્વરના પીરામણ રોડ સ્થિત નોર્થ ઇન્ડિયા ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!