Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

HVAC સિસ્ટમ નખાવ્યાં બાદ 30.64 લાખનું બીલ પાસ ન કરતાં કંપનીના 8 ભાગીદારો સામે ફરિયાદ

Share

સાયખાની મેડીકામેન્ટ ફાર્મા કંપનીમાં અંક્લેશ્વરના વેપારીએ કામ રાખ્યું હતુ
ભરૂચ.
અંક્લેશ્વર જીઆઇડીસ વિસ્તારમાં આવેલી કાન્હા રેસિડન્સીમાાં રહેતાં વ્રજકુમાર જીજ્ઞેશ શાહ એસ.આર. ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન નામથી કંપનીને લગતાં પ્રોજેક્ટ બનાવવાનું કામ કરે છે. વર્ષ 2022માં તેમની અંક્લેશ્વર પ્રતિન ચોકડી પાસે આવેલી ઓફિસની સામે આવેલાં એમ. કે. ટીમ્બર માર્ટના ઇસ્માઇલભાઇએ તેને મળીને જણાવ્યું હતું કે, તેઓ અને તેમના ભાગીદારો સાયખા જીઆઇડીસીમાં મેડીકામેન્ટ ફાર્મા નામથી એક કંપની બનાવી હોઇ તેમાં HVAC ( હિટીંગ વેન્ટીલેશન એન્ડ એર કન્ડિશનીંગ)ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની છે. તે જણાવ્યું હતું. જેથી તેઓ તૈયાર થયાં હતાં. ઇસ્માઇલના જીજાજી અને કંપનીમાં ભાગીદાર એવા મુર્તુઝાભાઇએ તેમને ડિઝાઇન, મટિરીયલ સહિતની વાતચીત કરી હતી. દરમિયાનમાં કંપનીમાં એક જ પરિવારના 8 સસભ્યો સંયુક્ત ભાગીદાર હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે HVAC ( હિટીંગ વેન્ટીલેશન એન્ડ એર કન્ડિશનીંગ)ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટેનો 60.24 લાખનો પીઓ જનરેટ કર્યો હતો. જેના બદલામાં કંપનીના એકાઉન્ટમાંથી વ્રજકુમારને 2.50 લાખનું એડવાન્સ પેમેન્ટ આપવામાં આવ્યું હતું. જે બાદ કામગીરી શરૂ થતાં કંપનીએ ટુકડે ટુકડે બીજા 7.40 લાખ ચુકવ્યાં હતાં. વર્ષ 2024માં કંપનીમાં HVAC ( હિટીંગ વેન્ટીલેશન એન્ડ એર કન્ડિશનીંગ)ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કામ 90 ટકા પુરુ થઇ ગયું હતું. જેથી થયેલાં કામનો હિસાબ કરતાં કંપનીમાંથી તેમને 40.54 લાખ લેવાના થતાં હતાં. જેની સામે કંપનીમાંથી 9.90 લાખ તબક્કાવાર મળ્યાં હોઇ કંપનીમાંથી હજી 60.64 લાખ લેવાના થતા ંહતાં. જોકે કંપનીના ભાગેદારો તેમને અવાર – નવાર બાકીના રૂપિયાનું બીલ પાસ કરવા કહેતાં તેઓ પહેલાં ગલ્લાતલ્લા કર્યાં હતાં. દરમિયાનમાં મુર્તુઝાએ તેમને અમે પેમેન્ટ નથી કરવાના તારાથી થાય તે કરી લે, બીજીવાર પેમેન્ટની માંગણી કરશે તો તમને બધાને જોઇ લઇશ, તમારો જે સામાન અમારી કંપનીમાાં પડેલો છે તે કંપનીમાંથી બહાર કાઢવા નહી દઉ તમ કહીં તેમેન ધમકીઓ અપી હતલી જે બાદ તેમણે કંપનીના અન્ય ભાગીદારોનો પણ સંપર્ક કર્યો હતો. જોકે, તેઓએ પણ રૂપિયા અપવાનો ઇન્કાર કર્યો હતો. આખરે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરુચની પોલીટેનિક કોલેજ ના ગ્રાઉન્ડ માં યોજાયો 11માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો..

ProudOfGujarat

કુકરવાડામાં બર્થ-ડે પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ માંણતા ૪૫ યુવાનો ઝડપાયા …

ProudOfGujarat

કોરોના સંક્રમણને અટકાવવા છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી નગરનાં વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો સાંજે 4 વાગ્યે બોડેલીની તમામ દુકાનો બંધ કરી કોરોનાથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરાયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!