Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાવીના બંદર રોડ પર દરગાહ પાછળ જુગાર રમતાં 6 ઝબ્બે : એક ફરાર

Share

પોલીસે ઝડપાયેલાં જુગારિયાઓ પાસેથી 5 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ.
કાવી પોલીસનો કાફલો પેટ્રોલિંગ પર હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કાવી ગામના બંદર રોડ પર આવેલી દરગાહની પાછળ  કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં ત્યાં જુગાર રમતાં અદનાન ઇકબાલ ઇસ્માઇલ શ્યાશી, જાવીદ શોકતઅલી મિયાજી અલ્તાફ ઐયુબ પટેલ, યાસીન ઐયુબ ચાંદરાત, સુહેલ ઇદ્રીશ મિયાજી તેમજ અફઝલ અબ્બાસ શ્યાશી તથા ફારુક હાસીન લીલને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલાં રૂપિયા મળી કુલ 4 હજારથી વધુની રોકડ જપ્ત કરી હતી. પોલીસને જોઇને એક શખ્સ નાસી છુટ્યો હતો. જે અંગે પુછપરછ કરતાં તેનું નામ મજીદ ઇસ્માઇલ જમાદાર હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તમામની ધરપકડ કરી મજીદ જમાદારને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

*ઉભરતા સિતારા આયુષ શર્મા એ ઉજવ્યો મકરસંક્રાંતિનો તહેવાર!*

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આગામી  ૦૮મી માર્ચ ૨૦૨૬ થી ૧૪ માર્ચ ૨૦૨૬ સુધી વિશ્વ ઝામર સપ્તાહ ઉજવણી કરાશે

ProudOfGujarat

નડીયાદના ભાજપના ઉમેદવાર પંકજભાઇ દેસાઇના સમર્થનમાં શહેર અને ગામડામાં બાઇક રેલીઓ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!