Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ જીઆઇડીસીની સુયોગ એલીમેન્ટ એન્ડ મિનરલ નામની કંપનીમાંથી 1.78 લાખનો સામાન ચોરી ગયા

Share

કંપનીના સીસીટીવી ફૂટેજમાં 4 શખ્સોએ ચોરીને અંજામ આપ્યાનું જણાયું
ભરૂચ.
અંક્લેશ્વરની જલધારા ચાકડી પાસે આવેલાં મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતાં અનિલ અમરસિંહ ઝાલિયા પાલેજ જીઆઇડીસીમાં સુયોગ એલીમેન્ટ એન્ડ મિનરલ એલ. એલ.પી. નામની કંપનીનું સંચાલન કરે છે. તેમની સાથે પાર્ટનર તરીકે નિલેશ વસરામ પટેલ છે. પંદરેક દિવસ પહેલાં તેમણે તેમની કંપનીમાં બોઇલર મશીન પર બેસાડવા માટેનું ઢાંકણું મંગાવ્યું હતું. દરમિયાનમાાં ગત 21મી જૂને તે ઢાકણું બેસાડવા માટે કારીગરો આવતાં તેમણે કંપનીના સ્ટોર રૂમમાં મુકેલું ઢાકણું લઇ આવવા જણાવતાં કર્મીઓએ ત્યાં જઇ જોતાં ઢાકણુ઼ં જણાયું ન હતું. સ્ટોર રૂમમાં લગાવેલાં સીસીટીવી ફૂટેજ તપાસતાં ગત 12મી જૂનના રાત્રીના સાડાબાર વાગ્યે, 14મી જૂનના રોજ રાત્રે 1:10 વાગ્યે, 18મી જૂનની રાત્રી 23:56 વાગ્યે સ્ટોરરૂમની બારીમાંથી બે શખ્સો અંદર આવ્યાં હોવાનું તેમજ તેઓ સ્ટોરરૂમમાંથી સામાન કાઢીને બારીની બહાર ઉભેલાં બે શખ્સોને આપતાં હોવાનું જણાયું હતું. જેથી તેમણે સ્ટોરરૂમમાાં તપાસ કરતાં તેમાંથી 52 હજારના 80 લિફ્ટર, 15 હજારના 3 ફ્લાન્સ, 25 હજારના 10 એચપી મોટર્સ, 21 હજારનું બર્નર ઢાંકણ, 15 હજારનું કોન્વેયર બેલ્ટ રોટર વીજ ગેટ, તેમજ 50 હજારના 10 મીલ ડાયફોર્મ મળી કુલ 1.79 લાખની મત્તાનો સામાન ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈને સાદર અર્પણ,વલસાડ સિવીલ હૉસ્પિટલની ખરાબ કામગીરી પર સોશિયલ મીડિયા પર ફરિયાદનો મારો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બહારથી આવેલા ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના આરોગ્ય તપાસમાં બહાર આવ્યા બાદ જિલ્લામાં કોરાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે જ્યારે જિલ્લામાં કુલ ચાર મોત હમણાં સુધીમાં થયા છે.

ProudOfGujarat

પાલેજ નગરમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઇ, તિરંગા યાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!