Proud of Gujarat
GujaratFeaturedINDIA

હલ્લાબોલ – 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું કોંગ્રેસ દ્વારા એલાન : મોંઘવારી-બેરોજગારી મુદ્દે લોકોને સ્વેચ્છાએ જોડાવવા અપીલ.

Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે.

ભરૂચમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ તકે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા એ સ્વૈચ્છિક બંધમા જોડવા લોકોને અપીલ કરી હતી. કાર્યકર્તાઓ આજથી વેપારી એસોસિએશનને મળવાનું ચાલુ કરશે અને તેમને વિનંતી કરશે. સરકાર દ્વારા થતી હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધનું કરવામાં આવ્યું છે.’

Advertisement

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે યોજાયેલ આ પત્રકાર પરિસદમાં જિલ્લા કોંગ્રેસપ્રમુખ પરિમલસિંહ રાણા, કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફડવાલા, યુવા કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, ન.પા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શહેરની જનતાને સ્વયંભૂ “સાંકેતિક બંધમાં સવારે 8 થી 12 વાગ્યા સુધી જોડાવવા માટે અપીલ કરવામાં આવી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભવિષ્યનું કામનું સ્થળ શું છે ? આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડનો અભ્યાસ કેટલાક રસપ્રદ ઇનસાઇટસ જાહેર કરે છે.

ProudOfGujarat

આજરોજ જંબુસર પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

ProudOfGujarat

સુરત ગ્રામ્ય LCB ની ટીમે બગુમરા ગામે ઘરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!