Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખાની સ્લોક્કા ડાયઝ કંપનીમાં બે બાળ મજૂર મળી આવતાં કંપની સામે ફરિયાદ

Share

ભરૂચની શ્રમ આયુક્તની કચેરીએ તપાસ કરતાં ભાંડો ફૂટ્યો
ભરૂચ.
અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલાં અભિલાષા કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં રહેતાં આર. એસ. બ્રહ્મભટ્ટ ભરૂચ શહેરના બહુમાળી મકાનમાં આવેલાં મદદનીશ શ્રમ આયુક્તની કચેરીના શ્રમ અધીકારી તરીકે છેલ્લાં ચાર વર્ષથી ફરજ બજાવે છે.
દરમિયાનમં ગત 16મી એપ્રિલના રોજ તેમની કચેરી દ્વારા વાગરાની સાયખા જીઆઇડીસીમાં આવેલી સ્લોક્કા ડાયઝ લી. નામની કંપનીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તપાસ દરમિયાનમાાં તેમને જાણવા મળ્યું હતું કે, ત્યાં એક તરૂણ અને એક તરૂણી જેઓની ઉમર 18 વર્ષની ન હોવા છતાં તેમની પાસે કંપનીમાં કામ કરાવાતું હતું. ટીમે તપાસ કરતાં કંપનીના પ્લાન્ટમાં કાંઠા પર વજન કરવાનું કામ કરતાં તરૂણની ઉમર દેખાવે 16-17 જેટલી લાગતી હતી. જોકે તેણે રજૂ કરેલાં આધારકાર્ડ મુજબ તેની ઉમર 22 વર્ષની બતાવાઇ હતી. તે જ રીતે ત્યાં કામ કરતી એક તરૂણી પણ ઓછી ઉમરની હોવા છતાં કામ કરતી હતી. ટીમે તેમની પાસે તેમના શાળા છોડ્યાના પ્રમાણપત્ર માગતાં તેઓ તે રજૂ કરી શક્યાં ન હતાં. જેથી તરુણને ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝને સોંપવામાં આવ્યો હતો. જ્યારે તરૂણીને તેના માતાને સોંપવામાં આવી હતી.
ત્યારે સ્લોક્કા ડાયઝ લી. કંપનીના માલિક વૈભવ પ્રવિણ શાહ (રહે. સરખેજ, અમદાવાદ) તેમજ કંપનીમાં શ્રમિકો પુરા પાડનાર કોન્ટ્રાન્કટર અને એડ્વાન્સ એન્ટર પ્રાઇઝના માલિક મહમદ આરીફ અબ્દુલ રસીદ પટેલ (રહે. વસાવા ફળીયું, વાહલુ, ભરુચ) સામે બે બાળકો પાસેથી મજૂરી કરાવી તેમનું શારીરિક અને આર્થિક શોષણ કરવા સબબનો ગુનો બનતો હોઇ તેમની સામે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

બોરભાઠા બેટના સ્મશાન પાસે નદી કિનારેથી મહિલા તબીબનો વિકૃત મૃતદેહ મળ્યો

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કરમાડ ગામનાં 6 વર્ષ પહેલાના ચકચારી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

ProudOfGujarat

ઝઘડિયાના નવા માલજીપુરા નજીકથી એલસીબી એ વિદેશી દારુ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!