Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શ્રી ખડાયતા વણિક મહિલા મંડળની રજત જયંતીની ભવ્ય ઉજવણી : શ્રીજી મંદિરમાં ગરબા હરીફાઈ યોજાઈ; સ્થાપક પ્રમુખ સ્મિતાબેન શાહનું શિલ્ડ આપી સન્માન કરાયું

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચના લલ્લુભાઈ ચકલા સ્થિત શ્રીજી મંદિરમાં શ્રી ખડાયતા વણિક મહિલા મંડળની સ્થાપનાનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રજત જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજની બહેનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ કાર્યક્રમો, ગરબા હરીફાઈ અને સન્માન સમારોહ સાથે ઉજવણી ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.

કાર્યક્રમમાં સંસ્થાનાં સ્થાપક પ્રમુખ સ્મિતાબેન શાહ, વર્તમાન કાર્યકારી પ્રમુખ હેતલબેન શાહ અને સેક્રેટરી રૂપલબેન તલાટીએ આયોજનની જવાબદારી સંભાળી હતી. કારોબારી સભ્યો મોનાબેન શાહ, દક્ષિતાબેન શાહ, તૃપ્તિબેન શાહ, દર્શિકાબેન શાહ અને હેમાબેન બક્ષીએ પણ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

રજત જયંતીની ઉજવણીના ભાગરૂપે ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર વિજેતા બહેનોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત તમામ બહેનોને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રગણ્ય આગેવાનોનું સ્વાગત કરી સંસ્થાની 25 વર્ષની સફર અને પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વિભાગીય શ્રી ખડાયતા પરિષદની વિભાગીય સમિતિ દ્વારા સંસ્થાનાં સ્થાપક પ્રમુખ સ્મિતાબેન શાહને શિલ્ડ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપનાથી અત્યાર સુધીની સફરને યાદ કરીને મહિલાઓના સંગઠન અને સમાજલક્ષી પ્રવૃત્તિઓને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે સમાજની બહેનો અને આગેવાનો સૌએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો. આમ, શ્રી ખડાયતા વણિક મહિલા મંડળની રજત જયંતીની ઉજવણી ઉત્સાહ, એકતા અને સામાજિક સ્નેહના વાતાવરણમાં સંપન્ન થઈ હતી.


Share

Related posts

ભરૂચ : ઘરફોડ ચોરીનાં બનાવો વધે તેવી સંભાવના.

ProudOfGujarat

અંકલેશ્વરમાં શ્રાવણી ઉલ્લાસ: પંચાટી બજારના પ્રાચીન રાધા-વલ્લભ મંદિરમાં સૂકા મેવાના અલૌકિક હિંડોળા મનોરથ

ProudOfGujarat

લોકોના ડોક્યુમેન્ટના આધારે લોન પર વાહનો ખરીદી હપ્તા નહીં ભરી ઠગાઇ કરનારા સામે બે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!