Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશન પર ‘રેલ જન સંવાદ’: ફૂટ ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરાશે : પ્લેટફોર્મ પર સંપૂર્ણ કવર શેડ અને બેઠક વ્યવસ્થા બમણી કરવા અંગે વિચારણા

Share

ભરૂચ : ભારતીય રેલવેના ‘સ્પેશિયલ કેમ્પેન 6.0’ અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. ‘આપકી બાત, હમારા પ્રયાસ, બેહતર કલ’ના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં રેલવે અધિકારીઓએ મુસાફરો સાથે સીધો સંવાદ કરી સ્વચ્છતા, બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓ અંગે સૂચનો મેળવ્યાં હતાં.
મુસાફરોએ સ્ટેશન પરિસરની સ્વચ્છતા જાળવવા, બેઠક વ્યવસ્થામાં વધારો કરવા અને પ્લેટફોર્મ પર સંપૂર્ણ કવર શેડ ઊભો કરવાની માંગ કરી હતી. રેલવે તંત્રએ આ સૂચનોની નોંધ લઈને જરૂરી સુધારા અંગે વિચારણા કરવાની ખાતરી આપી હતી.
ભરૂચ સ્ટેશન પર હાલ 12 મીટર પહોળા નવા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયાસો કરવામાં આવશે. ઉપરાંત, સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયા અને ગુડ્સ શેડમાં સુધારા કરાયાં હોવાનું જણાવાયું હતું. મુસાફરોની બેઠક વ્યવસ્થા બમણી કરવા અંગે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.
સ્ટેશન પર તાજેતરમાં શરૂ કરાયેલી ડિજિટલ લાઉન્જ સુવિધાને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું રેલવે તંત્રએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના વરિષ્ઠ મંડળ અધિકારી રાકેશકુમાર, સહાયક મંડળ અધિકારી હરીશ રાઠોડ અને સ્ટેશન માસ્ટર પિલ્લાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ભારતીય ટ્રાયબલ પાર્ટી”ને ઓડિટ હિસાબો અને ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલ જિલ્લા કલેક્ટરનું તેડું: ૧૪ ઓક્ટોબરે રૂબરૂ હાજર રહેવા આદેશ

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ડો. રેડ્ડી’સએ ભારતમાં પ્રથમ પ્રકારનાં ઇન્ટિગ્રેટેડ અને કેશલેસ ડિજિટલ હેલ્થ સોલ્યુશનની પાયાની રજૂઆત માટે સહયોગ કર્યો.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશના કોંગ્રેસ સેવાદળનાં ભરૂચ નિવાસી સંગઠક સોમચંદ મકવાણાને ગુજરાત રાજ્યના સેવાદળના સૌ સૈનિકોએ શ્રદ્ધાંજલિ અર્પી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!