Proud of Gujarat
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAUncategorized

મિત્રને મારનારને ટોકવા ગયેલાં યુવાનને ફૈયાઝ ટક્કરે માર માર્યો

Share

ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના નાના નાગોરીવાડ ઘાસમંડાઇ વિસ્તારમાં રહેતો યુનુસ ઇસ્માઇલ લુુલા પિત્ઝાની દુકાન ચલાવે છે. તે બપોર બાદ વરસાદી માહોલને કારણે ગ્રાહકો આવતાં ન હોવાથી તે સાંજે તેની દુકાન બંધ કરી ઘરે જતો રહ્યો હતો. અરસમાં તેનો મિત્ર અશ્નેન તેની બાઇક લઇને તેના ઘરે આવ્યો હતો. તેણે તેને નદી કિનારે ચ્હા પિવા જવાનું કહેતાં બન્ને બાઇક પર ત્યાં ગયાં હતાં. જોકે, લારી બંધ હોવાથી તેઓ નદી કિનારેથી પરત મોટા ચાર રસ્તા પાસે પિરકાંઠી વિસ્તારમાં આવેલાં હાજીના ગલ્લે પાન લેવા માટે ગયાં હતાં. તે વેળાં ફૈયાઝ ટક્કર નામના શખ્સે અશ્નીનને સાઇડમાં બોલાવ્યો હતો. બાદમાં તેણે અશ્નીનને કાંઇ પણ બોલ્યાં વગર તમાચો મારી દેતાં યુનુસે તેમની પાસે જઇને તું કેમ મારા મિત્રને મારે છે તેમ પુછતાં ફૈયાઝ ટક્કરે ઉશ્કેરાઇ જઇતેને પાંચ-6 મુક્કા મારી દેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર માાટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીકે તપાસ કરતાં તેના જડબામાં ફેક્ચર થયાંનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

નર્મદા જિલ્લામાં આજે 5 કોરોનાનાં કેસ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat

વોર્ડ નંબર ૨ ના ઘાસ મંડાઈ વિસ્તારમાં કાંસની અધુરી કામગીરીના કારણે વોર્ડ નંબર ૧૦ માં વરસાદની ઋતુનો અનુભવ કરતાં લોકો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા નજીક આવેલ અગસ્તી-સર્વોદય સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બેંચ બદલવા જેવી નાની બાબતે માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!