Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રેતી ભરેલી ટ્રકે એસટી બસ સાથે અકસ્માત સર્જ્યો : કોઇને ઇજા નહીં

Share

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ પાટિયા પાસે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકાના સિંધોત ગામે ઉઘરાધાર ફળિયામાં રહેતાં રાજેન્દ્રસિંહ કેશરીસિંહ રાઠોડ સરકારી એસટી બસમાં ડ્રાઇવર તરીકે સીટી સેન્ટર ભરૂચ ડેપો ખાતે નોકરી કરે ે. તેઓ ગઇકાલે  ભોલાવ એસટી ડેપોથી મુસાફરોને બેસાડીને નિકોરા-સિંધોતની ટ્રીપ લઇને નિકળ્યાં હતાં. દરમિયાનમાં વા શુક્લતીર્થ ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં સામેથી આવતી એક રેતી ભરેલી ટ્રકના ચાલકે તેમની બસને ધડાકાભેર અકસ્માત સર્જતાં ડ્રાઇવર સઇાડના ભાગે અકસ્માત સર્જાયો હતો. સદનશીબે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી. જોકે, એસટી બસને ભારે નુકશાન થયું હતું. તેમણે ટ્રક ચાલકને રોકી તેની પુછપરછ કરતાં તેનું નામ વિપુલ એ. વસાવા( રહે. શુક્લતીર્થ ) હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે રાજપીપળામાં એરપોર્ટ વિકસાવવા ગુજરાત સરકારની લીલી ઝંડી

ProudOfGujarat

ગુજરાતનું પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદની મુલાકાત લેતા ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ.

ProudOfGujarat

પુત્ર ગુજરાતનો યંગેસ્ટ IPS અધિકારી બન્યો, માતા લોકોના ઘરમાં રોટલા ઘડે છે..જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!