Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજના ઝૂપડાની આડમાં વિદેશીદારૂ વેચતાં બે ઝડપાયાં : 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ.
દહેજના જુના બંદર રોડ પર આવેલાં ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલાં એક ઝૂપડા પાસે વિદેશીદારૂનો જથ્થો સંતાડીને રાહુલ સુરેશ રાઠોડ તેના માણસો મારફતે દારૂનો વેપલો કરાવે છે. તેવી ચોક્કસ બાતમી દહેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સેતાનસિંહને મળી હતી. જેના આાધારે ટીમે સ્થળ પર દરોડો પાડી ઝૂપડાંની આસપાસમાં તપાસ કરતાં મિણીયા થેલાઓ પડેલાં જણાયાં હતાં. ટીમે તેમાં તપાસ કરતાં તેમાં વિદેશીદારૂ તેમજ બીયરના ટીન મળી કુલ 2.65 લાખનો દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટીમે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી હતી. તમના નામઠામ પુછતાં તેઓ બન્ને હાલમાં દહેજમાં જ રહેતાં હોવાનું જણાવ્યું હતું. તેમના નામ રોહિત ઉર્ફે રાવણ કનુ રાઠોડ તેમજ દિલીપ ઉર્ફે કાળીયો રામદેવ ભગત હોવાનું જણાયું હતું. પ્રાથમિક પુછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, રાહુલ સુરેશ રાઠોડ તેમને વિદેશીદારૂ વેચાણ કરવા માટે એક અઠવાડિયા પહેલાં આપી ગયો હતો. જોકે, નોંધનિય બાબત છે કે, રાહુલ રાઠોડને પોલીસે પાસામાં એક સપ્તાહ પહેલાં એટલે કે 31મી મેના રોજ અટક કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મુકી આવ્યાં હતાં. જેના પગલે ટીમે તેને વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ : શુક્લતીર્થ ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

રાજપીપળામાં જન્માષ્ટમી નિમિત્તે સાદાઈથી સોશીયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ ભગવાનનાં દર્શન કર્યા.

ProudOfGujarat

ભરૂચ : પશુ ક્રુરતા અંગે બનેલ ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!