Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ તથા વાલી સંમેલન યોજાયું.

Share

હાલનો સમય એટલે આધુનિક અને સંપૂર્ણ રીતે ટેકનોલોજી ભરપૂર યુગ કહિયે તો ખોટું નથી ત્યારે આજે લીંબડી ખાતે સરકારશ્રી તરફથી ટેબલેટ વિતરણ કરાયું અને લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ સખિદા કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓનું સંમેલન યોજાયું જેમાં કુંવરજીભાઇ બાવળીયા હાજર રહ્યા હતા.સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી ખાતે આવેલ લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ સખિદા કોલેજના પટાંગણમા આ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તરફથી 284 ટેબલેટનુ વિતરણ કરાયું હતું.તેમજ ગત વર્ષે 232 ટેબલેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અત્યાર સુધીમાં કુલ 750 ઉપરાંત વિદ્યાર્થી ભાઈ અને બહેનોને ટેબલેટનુ વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આ કોલેજના પટાંગણમા વિદ્યાર્થી અને વાલી સંમેલન પણ યોજાયું હતું જેમાં આવેલ મહાનુભાવોએ વાલી અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનુ ભવિષ્ય કઈ ઉજળું બને તે બાબતે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, અને આ લીંબડી કેળવણી મંડળમા અભ્યાસ કરી ચુકેલા અને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જી.એચ.રાઠોડ, ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અનિરુદ્ધસિહ પઢીયાર ડો એસ જી પુરોહિત, ડો સીબી જાડેજા, હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું સંબોધન કર્યું હતું તેમજ આ કાર્યક્રમમાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાના આચાર્ય અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમનુ સંચાલન ડો.કે.વી ભેસાણીયાએ કર્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કથામૃતમ યોજાયું.

ProudOfGujarat

વાંકલ : ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાનો શુભારંભ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ.

ProudOfGujarat

નર્મદામાં વાવાઝોડાથી કેળનાં પાકને મોટાપાયે નુકશાન થવાથી ખેડૂતોની નુકશાની વળતરની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!